જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ૮ ગરબા ગ્રૂપના ૧૬૦ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો
પ્રથમ નંબરે વિજેતા થનાર સ્પર્ધકો રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે
કમિશ્નરશ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ,પાટણ દ્વારા આયોજિત અને આદર્શ વિદ્યાલય, પાટણના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મહેમાન શ્રી પ્રો. કે સી પોરિયા કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલા મહાકુંભ આદર્શ વિદ્યાલય પાટણ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ શ્રી પ્રો. કે સી પોરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ ગરબા હવે વિશ્વભરની ઓળખ બન્યા છે ભારતીય સંસ્કૃતિ સાથે નૃત્ય કલા અને તહેવારો તેની ઓળખ છે ભારતમાં નૃત્ય થકી નવરસના ભાવ, રાગ વગેરે થી યુવા વિકાસ થાય છે તેમણે ભગવાન કૃષ્ણ તેમજ ભગવાન શિવના નટરાજ સ્વરૂપના ઉદાહરણો પ્રસ્તુત કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસ સુધી ગરબા રમાય છે બાળકો થી યુવા અને મોટી ઉમરના લોકો ગરબે રમી આધ્યાત્મિક ભાવ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પ્રસ્તુત કરે છે તેમણે ગરબાનું વૈજ્ઞાનિક સત્ય પ્રસ્તુત કર્યું હતું તેમણે ગરબા વિશે હાજર સ્પર્ધકોને માહિતગાર કર્યા હતા તેમજ દરેક વિદ્યાર્થી દરેક સ્પર્ધામાં રાજ્યમાં પાટણ જિલ્લાનું નામ રોશન કરે એ માટે શુભેચ્છા આપી હતી.
જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ૮ ગરબા ગ્રૂપના ૧૬૦ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ગરબા માં અર્વાચીન ગરબા,પ્રાચીન ગરબા તથા રાસની સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની કલાને પ્રદર્શિત કરી હતી ,પ્રથમ નંબરે વિજેતા થનાર સ્પર્ધકો રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે,
આ સમગ્ર સ્પર્ધાનું શ્રી બાબુભાઈ ચૌધરી જિલ્લા યુવા વિકાસ અધિકારી, દીપલબેન રાવલ તથા સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
