August 2, 2025 10:09 pm

સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સુત્ર સાકારિત કરતી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા

છેલ્લા પાંચ વર્ષથી બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળાએ ખરા અર્થમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સુત્ર સાકારિત કરી ગામડાંના બાળકોમાં પડેલી સુષુપ્તશકિતઓને અને કલાને મોકળું આકાશ અને મેઘધનુષ આપતાં અનેક કલા રત્નો રાજ્ય કક્ષાના ફલક પર પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે ત્યારે ચાલું વર્ષ યોજાયેલા તાલુકાના કલા મહાકુંભમાં એકસાથે 45 બાળકોએ ભાગ લઈને પોતાની આવડતનું અજવાળું ફેલાવી સૌને અચંબિત કરી દીધાં હતાં.

બરવાળા સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે યોજાયેલા કલા મહાકુંભમાં 6 થી 14 વર્ષની વક્તૃત્વ સ્પર્ધામાં ખાચર સૂર્ય દીપ પ્રવીણભાઈએ પ્રથમ નંબર મેળવ્યો, 15 થી 20 વર્ષની વક્તૃત્વ સ્પર્ધામાં ચાવડા ગૌતમે દ્વિતીય નંબર મેળવ્યો, એકપાત્રિય અભિનયમાં માલિવાડ જયદીપ પ્રથમ સ્થાન મેળવ્યું, ઝાલાવાડની ઓળખ સમા અદભૂત ગોફ રાસમાં ચાચરિયાના બાળકોએ પ્રથમ નંબર મેળવી સૌની પ્રસંશા પામ્યાં તો સાથોસાથ લોકનૃત્યમા પણ દીકરીઓએ અદભૂત ટીપ્પણી નૃત્ય રજુ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.આ સાથે તબલા વાદન સ્પર્ધામાં લીંબડિયા યુવરાજે દ્વિતીય સ્થાન મેળવી જિલ્લા કક્ષા માટે સિલેક્ટ થયો હતો. આમ ગૌરવ થાય કે સતત અવનવી પ્રવૃતિઓ,નવાચારો, સંસ્કાર શિક્ષણ તથા અનેકવિધ પ્રવૃત્તિઓ ધમધમતી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાએ આ વર્ષે એકસાથે છ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લઈને સમગ્ર તાલુકામાં ઝળહળતી સિધ્ધિ મેળવી હતી…આ પહેલા છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સરકારી શાળા રાજ્ય ફલક પર ગ્રામીણ વિસ્તારોની કલાનું પ્રતિનિધિત્વ કરી રહી છે ત્યારે ચોતરફ આ શાળાને સૌ વધાવી રહ્યાં છે…ચાલું વર્ષે શાળાના કર્મઠ અને બહુમુખી પ્રતિભાના ધની તેમજ નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવીણભાઈ ખાચર , શાળાના કર્મઠ સારસ્વત ઉર્મિલાબા ગોહિલ તથા કાર્યદક્ષ સારસ્વત રીટાબેન સથવારા ના માર્ગદર્શનમાં બાળકોએ શાળાને ગૌરવ અપાવ્યું છે તો સાથોસાથ શાળાના આચાર્યશ્રી જ્યોત્સનાબેન દ્વારા સતત તમામ રીતે સહકાર પુરી પાડી બાળકોની કલાને વિસ્તારવા મુક્ત વાતાવરણ પુરું પાડ્યું છે તથા સમગ્ર શાળા પરિવારનો આ બાબતે સહિયારો પુરૂષાર્થ રંગ લાવ્યો છે…આ છે આપણી સરકારી શાળા શ્રેષ્ઠ શાળા ચાચરિયા

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें