તારીખ 05-08-2025 ના રોજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં તલોદ ખાતે
“ગ્રામ્ય પાણી પુરવઠા યોજના વિશે માહિતી – માર્ગદર્શન” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
આ વર્કશોપ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ – હિમતનગર અને વાસ્મો – સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
તલોદ તાલુકાના તમામ સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીઓએ હાજરી આપી હતી.
વર્કશોપમાં ગ્રામ પંચાયતોને તેમના ગામોમાં પીવાના પાણીની સુવિધાઓના લાંબા ગાળાના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગામની હાલની યોજનાઓનું મરામત અને નિયમિત નિભાવણ કરવું,
જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણીનો યોગ્ય ઉપયોગ કરવો, વૉટર વર્કસની જાળવણી અને સ્વચ્છતા, તેમજ પાણીની ગુણવત્તા અંગે ગ્રામજનો ને સચેત કરવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
