સાંતલપુર, તા.૦૬ ઓગસ્ટઃ સાંતલપુર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપવાના સંદર્ભે સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
“તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ખેડૂત અને સામાન્ય નાગરિકોને ન્યાય આપતી અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારતી કામગીરી દ્વારા ૩ ગુમ થયેલા મોબાઈલ ફોન રિકવર કરી માલિકોને પરત આપવામાં આવ્યા.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, કચ્છ-ભુજ), I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી. ચૌધરી સાહેબ (પાટણ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (રાધનપુર વિભાગ) દ્વારા પાટણ જિલ્લામાં અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા તથા ગુમ થયેલા મોબાઈલ શોધી કઢાવા અંગે સુચનાઓ અપાઈ હતી.
આ સૂચના બાદ સાંતલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જે. પંચાલ તથા તેમની ટીમ દ્વારા ટેકનિકલ વિશ્લેષણ તથા CEIR Portal નો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી.
તેની દ્રારા કુલ ૩ મોબાઈલ ફોન, અંદાજિત કિંમત રૂ. ૪૦,૦૦૦/- જેટલી, શોધી કાઢવામાં આવ્યા હતા અને અરજદારોને પરત અપાયા હતા.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ
મોબાઈલ ફોન: ૩
કુલ કિંમત: રૂ. ૪૦,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ:
શ્રી એન.જે. પંચાલ – પોલીસ ઇન્સ્પેક્ટર
એ.એસ.આઇ. શ્રી શૈલેષકુમાર ઉમેરામ
અ.પો.કો. શ્રી શંકરભાઈ ભગવાનભાઈ
શ્રી અજયવન પ્રકાશવન ગોસાઇ – IT એક્સપર્ટ
આ કામગીરીથી અરજદારોને આર્થિક નુકશાનથી બચાવવાના સાથે સાથે પોલીસની પ્રતિબદ્ધતા અને તકનીકી ક્ષમતા પણ ઝળકતી થાય છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
