August 7, 2025 10:59 pm

Patan : સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોનો અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો

સિદ્ધપુર, તા. 06 ઓગસ્ટ 2025: સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા તેમજ બિનહરીફ ચૂંટાયેલા સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તથા પંચાયત સભ્યશ્રીઓનો વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા CWC સભ્ય શ્રી જગદીશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

તેમના સાથે પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર તથા જિલ્લામાંથી મોટા પાયે આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવી ચૂંટાયેલી પંચાયતોના પ્રતિનિધિઓને શાલ-શ્રીફળથી સન્માનિત કરવામાં આવ્યા હતા

તથા ગામના સર્વાંગી વિકાસ માટે આપની ભૂમિકા મહત્વની રહે તેવી સ્પષ્ટતા આમંત્રિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ ભવ્ય સમારોહમાં તાલુકાના કોગ્રેસના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનોને પણ ઉમંગભેર હાજરી આપી ગામસ્તરની લોકશાહી મજબૂત બનવા શુભેચ્છાઓ પાઠવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

આપણા લોક લાડીલા ગુજરાત ના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં કાર્યરત ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીની ઓચિંતી મુલાકાત લઈને કચેરી દ્વારા થઈ રહેલ કામગીરીની વિગતો મેળવી. 

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

આપણા લોક લાડીલા ગુજરાત ના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં કાર્યરત ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીની ઓચિંતી મુલાકાત લઈને કચેરી દ્વારા થઈ રહેલ કામગીરીની વિગતો મેળવી.