ગુજરાત સરકાર દ્રારા પશુઓમાં પ્રજનન ક્ષમતા વધારા કાર્યક્રમ હેઠળ પાટણ જિલ્લામાં ગાય ભેંસ વર્ગના પશુપાલન ખાતા અને ડેરી સંઘના સંયુક્ત સહયોગથી કુલ ૧૬૦ ફર્ટિલીટી ઈમપ્રુવમેન્ટ કેમ્પ અંતર્ગત કેમ્પો યોજાઈ રહ્યા છે
પાટણ જિલ્લામાં ડૉ.બી.એમ. સરગરા, જિલ્લા પશુપાલન અધિકારી, પાટણના માર્ગદર્શન હેઠળ ભૂતિયા વાસણા તા.સરસ્વતી જી.પાટણ ખાતે ગાય ભેંસ વર્ગના પશુઓમાં પ્રજનન ક્ષમતા વધારવા કાર્યક્રમ (Fertility improvement Programme) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના પશુપાલકોના વારંવાર ઉથલા મારતા, ગરમીમાં ના આવતા, શરીર અંદરના જનનાંગ માં ચેપ ધરાવતા ,ગાભણ તપાસ,અવિકસિત જનનાંગ વાળા તથા અવયવ અશક્રિય વાળા ૪૧ પશુઓની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ડૉ.કેતનભાઇ પટેલ, શ્રી આર એસ પટેલ અને ટીમ પશુપાલનએ સેવાઓ આપી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
