August 11, 2025 2:38 pm

Patan : પાટણ SOGની મોટી કામગીરી: ગેરકાયદે રીફીલીંગ કરતી ગેંગ ઝડપાઈ, રૂ.2.80 લાખનો મુદામાલ જપ્ત

પાટણ જિલ્લાના ભલગામ નજીક રાંધણ ગેસના બાટલામાં ગેરકાયદેસર રીતે રીફીલીંગ કરતી ગેંગને પાટણ એસ.ઓ.જી. શાખાએ રંગે હાથ પકડી પાડી છે.

સરહદી રેન્જ ભુજના મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પાટણના મે. I/c પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. જે.જી. સોલંકી તથા તેમની ટીમે આ કાર્યવાહી અમલમાં મૂકી હતી.

એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગ દરમ્યાન ભલગામથી સેવાળા જતા રસ્તા પર હતી ત્યારે જાણકારી મળતા તાત્કાલિક તપાસ કરવામાં આવી.

તપાસ દરમ્યાન એક સફેદ ટાટા ACE છોટા હાથી (નં. GJ-24-X-3308)માંથી ગેરકાયદે રીતે લોખંડની ભુંગળી અને પાઈપ વડે ઇન્ડેન કંપનીના ઘરેલુ ભરેલા બાટલાઓમાંથી ખાલી બાટલામાં ગેસ રીફીલીંગ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.

કાર્યવાહીમાં કુલ 40 ગેસના બાટલા, રીફીલીંગ સાધનો, શીલ સ્ટિકર્સ, ગ્રાહકોના બિલ તથા રૂ.2 લાખ કિંમતની ગાડી સહિત રૂ.2.80 લાખનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.

ઘટનાસ્થળેથી ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે.

આરોપીઓની વિગતો:

ભરતભાઇ કલાભાઇ પરમાર – સંખારી, પાટણ

જયેશભાઇ રામસંગભાઇ ચૌધરી – રણુજ, પાટણ

હાર્દિક જીતુભાઇ અશોકભાઇ ભીલ – મીરા દરવાજા, પાટણ

આ અંગે પાટણ એસ.ઓ.જી. તરફથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ વધુ સંડોવાયેલા શખ્સોની તપાસ ચાલી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી