રાધનપુર : શહેરમાં કાયદાની અવગણના કરતા બ્લેક ફિલ્મ લગાવેલા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
રાધનપુર પોલીસ સ્ટેશનથી ગાયત્રી મંદિર સુધી ખાસ ડ્રાઈવ યોજાઈ હતી.
આ ડ્રાઈવ દરમિયાન અનેક વાહનો રોકી તેમની બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી
તથા નિયમનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી રાધનપુર Dysp. ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા પીઆઈ આર.કે. પટેલના નેતૃત્વમાં સંપન્ન થઈ હતી.
પોલીસે સ્પષ્ટ કર્યું કે વાહન ચાલકો નિયમ નો ભંગ કરશે તો તેઓ સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
