August 11, 2025 5:47 pm

Patan : પાટણ જીલ્લાના સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના સરપંચો સાથે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગુજરાત સરકારશ્રીના સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ અનુસંધાને આજરોજ I/C પોલીસ અધિક્ષકશ્રી ડી.ડી.ચૌધરી સાહેબ પાટણતથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધનપુર વિભાગ મે,શ્રી ડી.ડી.ચૌધરી સા. નાઓની અધ્યક્ષતામાં પાટણ જીલ્લાના સરહદી સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમા પાટણ જીલ્લા પોલીસની કામગીરી વિશે માહીતી આપવામાં આવેલી તેમજ સરહદી વિસ્તારના અંતરિયાળ ગામોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબુત રીતે જળવાઇ રહે અને મહીલા અત્યાચારના બનાવો તેમજ હાલમાં વધી રહેલ સાયબર ક્રાઇમના બનાવો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સી-ટીમ દ્વારા મહિલા જાગૃતિ બાબતે કરવામાં આવતા કાર્યક્રમો તેમજ કરવામાં આવતી કામગીરી, પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ લગતના ગુનાઓ અટકાવવા માટે કરવામાં આવતા જાગૃતિ માટેના કાર્યક્રમો તેમજ આવા ગુનાઓ કઈ રીતે અટકાવી શકાય અને આવા બનાવો બની ગયા બાદ શુ કાર્યવાહી કરવી તે બાબતે વિસ્તૃત માહીતી આપવામાં આવી. તેમજ સરકારશ્રીના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ મિલકત

સબંધી ગુનાઓમાં ચોરાયેલ મિલકતો શોધી અરજદારોને પરત કરવામાં આવે છે તે બાબતે પણ વિસ્તૃત માહીતી આપવામાં આવી તેમજ ભારત સરકારશ્રીના હાલમાં નવા અમલીકરણ થયેલ કાયદા જેમા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ સરકારશ્રીના કાયદો અને વ્યવસ્થા લગતના ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા અલગ અલગ કાર્યક્રમો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ તથા અંતરિયાળા ગામોમાં આંતરિક સુરક્ષા વધારે મજબુત કેવી રીતે બનાવી શકાત તે માટે સરપંચો સાથે તંદુરસ્ત ચર્ચા કરવામાં આવેલ અને તેઓ શ્રીઓના પણ અભિપ્રાય મેળવવામાં આવેલા. આમ ગ્રામ્ય કક્ષાએ કાયદો અને સુરક્ષા વધુ મજબુત બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal