કચ્છના રાપર તાલુકાના ભુટકીયા ગામે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ હોવાથી ત્યારથી મુક્તિ મેળવવા ગામ લોકો થયા જાગૃત ગ્રામજનો રખડતા ઢોરનો ત્રાસ થી પરેશાન હતા અનેક વખત ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર મૌખિક રજૂઆત કરતા કોઈ પગલું ન લેવાતા આ રખડતા ઢોરનો ક્યારેક શાળાએ જતા બાળકોને તો ક્યારેક વૃદ્ધો ઇજા પહોંચાડવાની ઘટના બનતી બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન પહોંચાડતા આથી કોઈ મોટી જાનહાની ન પહોંચે તે પહેલા ગામ લોકો બન્યા જાગૃત અને રખડતા આખલાઓને પકડી ઢોર વાળામાં પૂરવામાં આવ્યા. ત્યારબાદ ગામના સરપંચ દ્વારા પદમ પર પાંજરાપોળ માં ફોન દ્વારા વાતચીત કરતા અને ગ્રામજનોને સાથે રાખીને પદમપર પાંજરાપોળ રૂબરૂ વાતચીત કરતા આખરે રખડતા ઢોરોને પાંજરાપોળમાં મુકવાનો નિર્ણય લીધેલ જેમાં ગામ લોકો રહ્યા હાજર
સરપંચ શ્રી મનસુખભાઈ મકવાણા, દિવાન સિંહ વાઘેલા, જામુભા વાઘેલા, રતનભાઇ રાજપુત, દાનાભાઈ રાજપુત, કુબાભાઈ રાજપુત, પાલાભાઈ રબારી, જવા ભાઈ માલી, ભગાભાઈ માલી, અરજણભાઈ વણવીર, ભગાભાઈ રાજપુત, બચુભાઈ સોલંકી, કાંતિભાઈ સોલંકી, દાનાભાઈ રાજપુત, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સહકાર આપ્યો હતો
અહેવાલ હરખાભાઈ સોલંકી રાપર કચ્છ
