પાટણ જિલ્લાના વારાહી ગામમાં 79 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રોગ્રામમાં પાટણ કલેકટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી રાધનપુર ધારાસભ્યશ્રી અને અનેક અધિકારી ગણ હાજર રહ્યા હતા અનેક શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં રાધનપુર આદર્શ વિદ્યાલય પ્રથમ સ્થાને આવ્યું હતું જેના આચાર્ય શ્રી ખેતાભાઇ ચૌધરી માર્ગદર્શક રેખાબેન પટેલ આશાબેન પ્રજાપતિ નરેશભાઈ બારોટ અને સતિષભાઈ ચૌધરી રહ્યા હતા આ પ્રોગ્રામમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા સ્વતંત્ર દિવસની ઉજવણીમાં પોલીસ પરેડ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું વારાહી પીએસઆઇ શ્રી અને તેમના સ્ટાફ દ્વારા પણ વ્યવસ્થા ના ભાગરૂપે બહુ સારી કામગીરી કરવામાં આવી હતી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
