નગરસેવક જયાબેન ઠાકોરની સતર્કતા થી મોટી જાનહાની ટળી
રાધનપુર નગરપાલિકા વોર્ડ નં–૧ના પરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની લીકેજની સમસ્યા ઉભી રહી હતી.
દુકાનદારો દ્વારા નગરપાલિકા કચેરીએ અરજી આપવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું.
આ અંગે સ્થાનિક રહીશો અને વેપારીઓએ વોર્ડ નં–૧ની નગરસેવિકા જયાબેન ઠાકોરને ફોન કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા.
સ્થળ પર હજારો લીટર પાણી બગડતું જોઈ, તેમણે નગરપાલિકાના કર્મચારીઓને ટેલિફોનિક સંપર્ક કરી પાણીનો વાલ્વ બંધ કરાવ્યો તેમજ કામદારોને બોલાવી નવી પાઇપલાઇન નાખવાની કાર્યવાહી શરૂ કરાવી.
ખોદકામ દરમ્યાન જમીનમાં ઘણે ઊંડે મોટો ભુવો પડી ગયો હતો.
જો આ કામમાં વિલંબ થયો હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી.
પરંતુ નગરસેવક જયાબેન ઠાકોરની ઝડપી કાર્યવાહી અને સતર્કતાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી.
રહીશો દ્વારા નગરસેવિકાના સજાગ અભિગમની પ્રશંસા કરવામાં આવી રહી છે,
જ્યારે નગરપાલિકાની બેદરકારીને લઈને લોકો એ રોષ પણ વ્યકત થયો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
