ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા ની દ્વિતીય જનરલ મિટિંગ તા:૨૧/૦૮/૨૦૨૫, ગુરુવારે હોટલ અન્નપૂર્ણા કાઠીયાવાડી ખાતે પ્રાંત મહામંત્રી શ્રી વિશ્વેશભાઇ જોષી તથા સંસ્કાર કન્વીનર શ્રી કુલીશભાઇ જોષી ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.
આ મિટિંગની શરુઆત વંદે માતરમ્ ગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ શાખા નાં પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા એ તમામ સભ્યો નું સ્વાગત કર્યું હતું. શાખા નાં મંત્રી શ્રી મુકેશભાઈ મોઢે જૂલાઇ તથા ઓગસ્ટ માસમાં શાખા દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપી હતી. આ મિટિંગમાં આગામી તા 23/08/2025 , શનિવારે શહેરની વિવિધ 39 સ્કૂલોમાં આયોજિત ભારત કો જાનો પરિક્ષા અંગેની રુપરેખા સંયોજક શ્રી અનિલભાઈ રાવલ તથા સહ સંયોજક શ્રી યજ્ઞેશભાઇ દવે એ આપી હતી.આ મિટિંગમાં શાખા દ્વારા સુધાબેન ઉમાકાન્ત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર નાં સંયોજક શ્રી મિહિરભાઇ પંડ્યા ની રજૂઆત બાદ શાખા નાં સન્માનીય સભ્યો એ નવા વિવિધ સાધનો જેવા કે ફાઉલર રોલિગ બેડ, એર બેડ, વ્હીલ ચેર, નેબ્યુલાઈજર , ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન, ઘોડી વગેરે વસાવવા માટે યથાશક્તિ અનુદાન આપી સેવાકાર્ય ના મંદિર માં સહભાગી થનાર તમામ દાતાઓનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.
પ્રચાર સમિતિ સંયોજક શ્રી ભાવેશભાઈ જોષી ના નમસ્કાર
…… વંદે માતરમ્……
અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
