August 23, 2025 1:56 pm

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી શ્રી જયોતિરાદિત્ય સિંધિયા દ્વારા પોસ્ટલ સેવાઓના નવા ડિજિટલ યુગનો પ્રારંભ

ડાક વિભાગએ આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) સફળતાપૂર્વક શરૂ કરી

દેશભરના 1.65 લાખથી વધુ પોસ્ટ ઓફિસ સુધી આ સેવા પહોંચે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણ અને કેન્દ્રીય સંદેશાવ્યવહાર તથા ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા ના માર્ગદર્શન હેઠળ, ડાક વિભાગ (Dop) એ આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) સફળતાપૂર્વક શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ ડિજિટલ અપગ્રેડ વિભાગની આધુનિકીકરણ યાત્રામાં એક પરિવર્તનાત્મક પગલું છે, જે દેશભરના 1.65 લાખથી વધુ પોસ્ટ ઓફિસ સુધી પહોંચે છે. આ પહેલ ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા અને મેક ઇન ઈન્ડિયા દ્રષ્ટિ સાથે સુસંગત છે. આઈટી 2.0 દેશના દરેક ખૂણામાં ઝડપી વિશ્વસનીય અને નાગરિક-કેન્દ્રિત પોસ્ટલ તથા નાણાકીય સેવાઓ પહોંચાડે છે, જે સર્વસમાવેશિતા અને ઉત્તમ સેવાપ્રતિ ઈન્ડિયા પોસ્ટની પ્રતિબદ્ધતાને પુનઃ સ્થાપિત કરે છે

આઈટી મોડર્નાઈઝેશન પ્રોજેક્ટ 1.0 ની સફળતા પર આધારિત, નવી શરૂ કરાયેલ અદ્યતન પોસ્ટલ ટેકનોલોજી (AIT) પ્લેટકોમ માઈક્રોસર્વિસ આધારિત એપ્લિકેશન રજૂ કરે છે. જે ઝડપી વધુ વિશ્વસનીય અને નાગરિક કેન્દ્રિત અનુકૂળ સેવાઓ પ્રદાન કરે છે. આ એપ્લિકેશનની ડિઝાઇન અને ડેવલપમેન્ટ સ્વદેશી રીતે સેન્ટર ફોર એક્સલન્સ ઈન પોસ્ટલ ટેકનોલોજી (CEPT) દ્વારા કરવામાં આવ્યું છે. તે ભારત સરકારના મેઘરાજ 2.0 ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવ્યું છે અને BSNL ની રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી દ્વારા સમર્થિત છે.

કેન્દ્રિય મંત્રી શ્રી સિંધીયાએ જણાવ્યું કે, એપીટી ઈન્ડિયા પોસ્ટને વર્લ્ડ-ક્લાસ પબ્લિક લોજિસ્ટિક્સ સંસ્થા તરીકે પરિવર્તિત કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, આ આત્મનિર્ભર ભારતની સંપૂર્ણ શક્તિ છે, જે વધુ મજબૂત અને આત્મનિર્ભર ડિજિટલ ઈન્ડિયા માટેનો માર્ગ તૈયાર કરે છે.”

એપીટી ની મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે

1. માઈક્રો-સર્વિસ અને ઓપન API આધારિત આર્કિટેક્ચર

2 સિંગલ યુનિફાઇડ યુઝર ઇન્ટરફેસ

3 કલાઉડ-રેડી ડિપ્લોયમેન્ટ

4 બુકિંગથી લઈને ડિલિવરી સુધીનું એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સોલ્યુશન

5 નેક્સ્ટ જનરેશન સુવિધાઓ – જેમ કે (QR કોડ પેમેન્ટ OTP આધારિત ડિલિવરી વગેરે

6 ઓપન નેટવર્ક સિસ્ટમ – ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

7. 10 ડીજિટ- અલ્ફાન્યુમેરિક DIGIPIN – વધુ ચોકસાઈ સાથે ડિલિવરી માટે

8. સુધારેલ રિપોટિંગ અને ઍનાલિટિક્સ સુવિધા

રોલઆઉટની પ્રક્રિયા તબક્કાવાર અને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવી હતી. મે -જૂન 2025 દરમિયાન કર્ણાટક પોસ્ટલ સર્કલમાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ, મુખ્ય પડકારો ઓળખવામાં આવ્યા અને પ્રાપ્ત થયેલા અનુભવને સમાવીને સિસ્ટમ અને વ્યૂહરચનામાં સુધારા કરવામાં આવ્યા. તેના અનુસંધાને ગુજરાતમાં 08.07.2025 થી 22.07.2025 દરમિયાન સાવચેતીપૂર્વક તબક્કાવાર રોલઆઉટ હાથ ધરવામાં આવ્યું. અંતે 04 ઑગસ્ટ 2025ના રોજ દેશના તમામ 23 પોસ્ટલ સર્કલોમાં 1.70 લાખથી વધુ કાર્યાલયો (પોસ્ટ ઓફિસો, મેઈલ ઓફિસો અને વહીવટી એકમો સહિત) એપીટી પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક કાર્યરત બન્યા.

ટેકનોલોજી પરિવર્તનની સફળતા કર્મચારીઓ પર આધારિત છે તે માન્ય રાખીને, ઇન્ડિયા પોસ્ટ દ્વારા 4.6 લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી. આ તાલીમ કાસ્કેડ મોડલ દ્વારા આપવામાં આવી, જેમાં માસ્ટર ટ્રેનર, યુઝર ચેમ્પિયન્સ અને એન્ડ-યુઝર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટ્રેઇન – રીટ્રેઇન – રિફેશ” ની પ્રક્રિયાએ દરેક સ્તરે તૈયારીઓ સુનિશ્ચિત કરી અને દેશભરમાં સરળ અમલીકરણ શક્ય બનાવ્યું.

આ સિસ્ટમ પહેલાથી જ તેની સ્થિતિસ્થાપકતા અને માપનીયતા દર્શાવી ચૂકી છે, એક જ દિવસમાં 32 લાખથી વધુ બુકિંગ અને 37 લાખ ડિલિવરી સફળતાપૂર્વક હેન્ડલ કરી છે..

આઈટી 2.0 ની પૂર્ણાહુતિ સાથે, ઇન્ડિયા પોસ્ટે આધુનિક, ટેકનોલોજી બાધારિત સેવા પ્રદાતા તરીકેની પોતાની ઓળખને ફરી મજબૂત બનાવી છે. સાથે જ વિશ્વાસ અને અપ્રતિમ પહોંચની પોતાની વારસાગત પરંપરાને જાળવી રાખી છે. એપીટી ની સફળતા ઇન્ડિયા પોસ્ટના કાર્યબળની સમર્પણભાવના અને ગ્રામ્ય-શહેરી ડિજિટલ અંતરને દૂર કરવાની પ્રતિબદ્ધતા, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાની દ્રષ્ટિ અને દરેક નાગરિક સુધી વિશ્વ-સ્તરીય સેવાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતાનું સાક્ષીરૂપ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें