મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે જે.જી.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ના માણસો વારાહી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, એક ઇસમ મોજે વારાહી પરસુંદ જતા રોડ ઉપર પોતાની પાસે કેટલાક મોબાઇલ ફોન લઇને વેચાણ કરવા સારૂ ફરે છે જે હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતાં મજકુર ઇસમ મળી આવેલ જેને મોબાઇલ વિશે પૂછતાં ગલ્લા-તલ્લા કરવા લાગેલ અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી મજકુર ઇસમની અંગ ઝડતી તપાસ કરતા તેના પેંન્ટના ખીસ્સામાંથી આઠ અલગ-અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ હોઇ જે તપાસ કરતા આ મોબાઇલો બીલ વગર ના હોઇ અને કોઇ સંતોષકારક જવાબ નહી આપતા આ મોબાઇલો ચોરી કરીને અથવા તો તે પોતે કોઈની પાસેથી છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ હોઇ મુદ્દામાલ બી.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કાગળો તથા મુદ્દામાલ વારાહી પો.સ્ટે સુપ્રત કરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) અલગ-અલગ કંપનીના કુલ મોબાઇલ નંગ-૦૮ કુલ કિંમત રૂ.૬૯,૦૦૦/-
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) રાયબભાઇ રમઝાનભાઈ મૈયાભાઈ સિંધી રહે. રાણીસર તા. સાંતલપુર જી.પાટણ
