પાટણ શહેરના સુભાષ ચોક પાસે આવેલ પમ્પિંગ સ્ટેશન પાછળ મોટી માત્રામાં મેડિકલ કચરો ખુલ્લામાં ફેંકવામા આવ્યો
સ્થળ ઉપરથી સિરીંજ, દવાઓની ખાલી બોટલો, પ્લાસ્ટિકની નળીઓ, હોસ્પિટલની ફાઈલો અને અન્ય બાયોલોજિકલ કચરો મળી આવ્યો છે. ત્યારે,,આવો કચરો જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે અને ચેપી રોગો ફેલાવવાનો ખતરો વધે છે.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી, પોલ્યુશન બોર્ડ તેમજ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક રહીશો નગરપાલિકા પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી રહ્યા છે.
કોર્પોરેટર ભરત ભાટિયાએ પણ જાહેરમાં નિવેદન આપી જવાબદાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે “મેડિકલ વેસ્ટમાં હોસ્પિટલની ફાઈલ, દવાના બોક્સ અને સિરીંજ મળી આવ્યા છે.
પોલ્યુશન બોર્ડ સાથે તપાસ ચાલી રહી છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી થશે અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ નોંધાશે.”
હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે કે આવા કચરાથી રોગચાળો ફાટી નીકળવાનો ખતરો છે.
પાટણમાં મેડિકલ વેસ્ટ – જન આરોગ્ય માટે મોટું
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
