August 23, 2025 1:03 pm

Patan : આગામી ૨૯ થી ૩૧ ઓગષ્ટ સુધી પાટણ ખાતે ત્રી દિવસીય જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાશે

વિવિધ રમત નિદર્શન, રમતગમત સ્પર્ધા અને સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજાશે

મહત્તમ લોકોને સહભાગી બનવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ

તા. ૨૯ મી ઓગષ્ટે ગુજરાતમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. પાટણમાં જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત ૨૯, ૩૦ અને ૩૧ ઓગષ્ટે ત્રી દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જિલ્લામાં ૨૯, ૩૦ અને ૩૧ ઓગષ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારતના મહાન હોકી પ્લેયર મેજર ધ્યાનચંદની યાદમાં તેમના જન્મદિવસે ૨૯ ઓગષ્ટે યોજવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન ગુજરાતમાં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે રમત ગમતનું મહત્વ વધે અને લોકો ફિલ્ડ એકિટિવીટીમાં ભાગ લેતા થાય એવા ઉદ્દેશથી સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે એમ જણાવી મહત્તમ લોકોને સહભાગી બનવા અપીલ કરી હતી

પ્રથમ દિવસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાટણ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ રમત ગમત નિદર્શન યોજાશે. જેમાં મહાનુભાવો સહિત રમતવીરો ભાગ લેશે. બીજા દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતો રમાશે. જ્યારે ત્રીજા દિવસે વહેલી સવારે સમય ગમત સંકુલ થી પોલીસ હેડ ક્વાર્ટર સુધી સાયકલ યાત્રા યોજાશે. ત્રી દિવસીય આ ઉજવણીમાં દોડ, લાંબી કૂદ, વોલીબોલ, ગોળા ફેંક, સાતોડિયું , કુશ્તી, બેડમિંટન, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें