August 24, 2025 3:28 am

Radhanpur : શેરગંજ કોણસેલા ગામમાં તંત્રની બેદરકારીનો જીવંત દાખલો

રસ્તામાં કાદવ અને ગંદકીના કારણે ડૉક્ટરની ગાડી ફસાઈ ગઈ – ગામજનોમાં ભારે રોષ, અવરજવર ઠપ અને રોગચાળાની ભીતિ

રાધનપુર તાલુકાના શેરગંજ કોણસેલા ગામમાં તંત્રની તાનાશાહી અને બેદરકારીના કારણે ગામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં કાદવ અને ગંદકી ફેલાઈ ગઈ છે,

જેના કારણે રોજિંદી અવરજવર ઠપ થઈ ગઈ છે.

રાધનપુર તાલુકાના શેરગંજ કોણસેલા ગામમાં તંત્રની બેદરકારી અને ઉદાસીનતા સામે ગામજનોનો રોષ ઉગ્ર બન્યો છે. ગામમાં પશુઓને દવા આપવા આવેલા ડોક્ટરની ગાડી કાદવ અને પાણીના ભરાવમાં ફસાઈ ગઈ હતી. અંતે ગ્રામજનોને ટ્રેક્ટરની મદદથી ગાડી બહાર ખેંચવી પડી. આ દ્રશ્ય ગામની દયનિય હાલત અને પંચાયતના નિષ્ક્રિય વલણને સ્પષ્ટ કરે છે.

ગામના રસ્તાઓ કાદવ અને ગંદકીના ઢગલામાં ફેરવાઈ ગયા છે. વરસાદ બાદ પાણી ભરાવથી પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. લોકોના રોજિંદા અવરજવરમાં ભારે હાલાકી સર્જાઈ છે. અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ સરપંચ, તલાટી અને તાલુકા તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી. લોકોનો આરોપ છે કે પંચાયત માત્ર કાગળ પર કામ કરી રહી છે, પરંતુ મેદાનમાં કોઇ કામગીરી જોવા મળતી નથી.

આ હાલતને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ ફેલાઈ છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકી સહન કરવી પડે છે. ગામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ છે અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ગામના રસ્તા કાદવ અને પાણીના ભરાવથી તળાવ જેવી હાલતમાં છે અને ડોક્ટરની ગાડી ફસાઈ ગઈ છે. આ દ્રશ્ય તંત્રની બેદરકારીનો પુરાવો પુરે છે.

ગામજનો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં આરોગ્ય સંકટ અને જાહેર રોષ બંને તંત્ર માટે ભારે પડશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें