August 28, 2025 12:32 am

Radhanpur : રાધનપુરમાં ખુલ્લી ગટરો અને લટકતા વાયરો જીવ માટે જોખમ — રાધનપુર પ્રાતઃ અધિકારી ને આવેદન પત્ર આપ્યું

The Gujarat Live News. Radhanpur. News 

ગૌમાતાનું કરંટ લાગતાં મોત, નાગરિકોમાં રોષ

રાધનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરો અને જીવ જોખમી લટકતા વીજ વાયરોને કારણે નાગરિકો તથા નિર્દોષ પ્રાણીઓના જીવને જોખમ ઊભું થયું છે.

નેશનલ હાઇવે ઓથોરિટી સંચાલિત મોટી ખુલ્લી ગટરોમાં અવારનવાર શાળાના બાળકો, રાહદારીઓ અને બાઈકચાલકો પડવાના બનાવો બનેલા છે. અગાઉ એક નંદી આ ગટરમાં પડી ગયેલી હતી અને ગત કાલે વરસાદ દરમિયાન એક ગૌમાતા ગટરમાં પડી ગઈ હતી, જેને ગૌભક્તોએ બહાર કાઢી હતી.

આ ઉપરાંત, રાધનપુર બરોડા બેંકની બાજુમાં વરસાદ દરમ્યાન ખુલ્લા લટકતા જીવંત વાયરના સંપર્કમાં આવતા ગૌમાતાનું કરંટ લાગતાં મોત થયું હતું. આ ઘટનાને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અને લોકો વીજ વિભાગ (GEB)ની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

સ્થાનિક નાગરિકોની માંગ છે કે:

તમામ ખુલ્લી ગટરોની તાત્કાલિક સાફ-સફાઈ કરીને ઢાંકણાં મૂકવામાં આવે.

શહેરમાં જ્યાં ત્યાં રહેલા જીવ જોખમી ખાડાઓને રેતી અથવા કપચી નાખીને પુરવામાં આવે ત્યાં સુધી પાકા રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવે.

વીજ વિભાગ લટકતા તથા ખુલ્લા જીવંત વાયરોને તાત્કાલિક સુરક્ષિત કરે અને ગૌમાતાના મોત માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય.

રાધનપુરના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો આ મુદ્દે વધુ આંદોલન ઊભું કરવામાં આવશે.

રાધનપુરમાં તંત્રની બેદરકારીનો કહેર – 

ગૌમાતાના જીવ જોખમમાં, લોકરોષ ઉફાળ્યો

રાધનપુર વિસ્તારમાં લાંબા સમયથી તંત્રની ઉદાસીનતા અને બેદરકારીના કારણે ગૌમાતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સંચાલિત ખુલ્લી ગટરો, બેદરકાર વીજ વાયરિંગ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ અનેક ગૌમાતાઓના મોત થયા હોવાના આક્ષેપો થયા છે.

સ્થાનિક રહેવાસીઓ અને ગૌભક્તોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

વીડિયો વાયરલ થતાં લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો ખુલ્લેઆમ જવાબદાર અધિકારીઓને દોષી ઠેરવી રહ્યા છે.

પ્રજાએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું કે જો તંત્ર તાત્કાલિક પગલા નહીં ભરે તો પ્રજા રસ્તા પર ઊતરશે. ગૌમાતા અને રાધનપુરની પ્રજાને ન્યાય મળે એ હેતુસર તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની કડક માંગણી કરવામાં આવી છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Sidhpur : બ્રહ્માકુમારી સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશીકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આખા ભારત અને નેપાળના બધા જ બ્રહ્માકુમારીઝ સેંટરો પર વિશાળ રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું …