August 30, 2025 9:51 pm

ભારતીય કિસાન સંઘ – બાબરા દ્વારા બલરામ જયંતિ ઉજવણી તેમજ મામલતદારને આવેદનપત્ર..

ભારતીય કિસાન સંઘ બાબરા દ્વારા ભાદરવા સુદ ૬ ને દિવસે ખેડૂતોના ઇસ્ટદેવ બલરામ ભગવાનની જ્યંતિની ઉજવણી દીપ પ્રાગટય કરી, આરતી બોલવામાં આવેલ તેમજ બલરામ ભગવાન કી જ્ય, ગૌમાતા કી જ્ય, જ્ય જવાન, જયકિસાન, ભારતમાતાકી જ્ય બોલાવવામાં આવી.

ત્યારબાદ ભારતીય કિસાન સંઘ બાબરા પ્રમુખ તેમજ તાલુકા કમીટી દ્વારા આવેદનપત્ર મકવાણા ભાઈ મામલતદારને પાઠવી, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના મુખ્યપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાત્કાલિક મોકલાવવા જણાવ્યું હતું….તેમજ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે ભારત દેશ ખેતીપ્રધાન છે. દેશની મુખ્ય કરોડરજજુ ખેતી છે.અને રૂપિયો મજબુત બનાવવો હોય તો ખેતીને પ્રાધાન્ય આપવું જ પડશે. સરકાર સ્વાવલંબી ભારતની વાત કરતી હોય તો કપાસની આયાત ડ્યુટી ઘટાડવાની શી જરૂર હતી. સરકાર ખેડૂત માટે શું વિચારી રહી છે ખબર પડતી નથી.ખેડૂતોએ એમનું શું બગાડ્યું ખબર પડતી નથી.ખેડૂત જગતનો તાત છે. પણ ખેડૂતને ઉપર આભ અને નીચે ધરતી છે. ખેડૂત ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ માંગે છે. હમણા સરકારે કપાસમાં આયાત ડ્યુટી ૧૧ ટકા માંથી Oટકા કરવાથી ખેડૂતોની આશા હતી તે તૂટી ગઈ અને કપાસનાં ભાવ સીધા ઘટી ગયા. આવી નીતી સરકારની રહેશે તો ખેડૂત કપાસ અને ખેતીથી દૂર રહેશે. આમાં કાંઈ ફેરફાર નહિ થાય તો કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે. તેમજ ખાતરમાં ભાવવધારો પાછો ખેંચો અને ૨૦૧૮ – ૧૯ અને ૨૦૧૭-૧૮ના વિમા બાકી છે તે ચુક્વો વગેરે જણાવ્યું હતું તેમજ મગફળી અને કપાસનો ભાવ ૨૫૦૦ રૂપિયા હોવો જોઈએ..તેમજ તાલુકા કમીટીમાં જેસાભાઈ ઝાપડીયા, હિરાભાઈ ગજેરા, સનાભાઈ,જીતેન્દ્રભાઈ ગોઠડીયા, ત્રિકમભાઈ, છગનભાઈ, બાબુભાઈ, હરેશભાઈ ભીલડી વગેરે હાજર રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ