શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદનમા રોટલી ઘડવાની સેવા આપતી *651* બહેનોની નિસ્વાર્થ સેવા બદલ તેમને
માતાજીની સાડી તથા સ્મુર્તિ ભેટ
શ્રી જહુ માતાજી મંદિર ખાતે અર્પણ કરવામાં આવી.
સાથે સાથે ઊંઝા નગરપાલિકાની ફાયર રેસ્ક્યુ ટિમ તેમજ વર્ષોથી ઘાયલ પક્ષીઓની સેવા કરનાર ભોપાભાઇ શાહનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.
સદર સમારોહમાં શક્તિ ઉપાસક તરીકે સતલાસણાથી વિજયભાઈ પેઇન્ટર, સેહશાથી હજુરભા, મહેસાણાથી કિરીટભાઈ તથા દિનશા ભગત, ઊંઝાથી ચંદ્રેશભાઇ, ખોડાભાઈ, રિકીભાઇ, અમરતલાલ, કૌશિકભાઈ તથા મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં નોંધપાત્ર બાબત છે કે,
ઊંઝા તથા આજુબાજુના વિસ્તારોમાં ફરતા કુતરાઓ માટે ખવડાવવા કેટલાય વર્ષોથી એકધારા હાલ 3600 નંગ રોટલા બનાવવામાં આવે છે.
આ સિવાય જીવદયાને લગતી અનેક પ્રવૃત્તિઓ માટે શ્રી જહુ માતા સેવક પરિવાર પોતાનું આગવું નામ ધરાવે છે.
‘અબોલ સેવા અનમોલ’ નું સૂત્ર લઇ કાર્ય કરવાનાં માનનારા આ સેવકોએ ઇન્ડિયા બુક, લિમ્કા બુક અને એશિયા બુકમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સ્થાન મેળવ્યુ છે.
શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ તથા રોટલાઘર પ્રમુખ અનિલભાઈ બારોટ તેમજ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ સથવારા દ્વારા આ પોગ્રામમાં ઉપસ્થિત સર્વેનો ખુબ-ખુબ આભાર માન્યો હતો.
અરવિંદભાઈ બારોટને શ્રી જહુ માતાજીએ આપેલ આ નિર્દોષ પશુ-પક્ષીઓના સેવાકીય આદેશનું પાલન કરવામાં જીવનભર ખુબ સંઘર્ષ કર્યો હતો, જે સેવાઓ તેમના સ્વર્ગવાસ પછી આજે શ્રી જહુ માતાજી સેવક પરિવારે ખુબ કાળજીપૂર્વક કાર્યભાર આગળ વધારીને એક મહાન વટવૃક્ષ સમાન બનાવી દીધું છે. અને *અબોલ સેવા અનમોલ* ને ખુબ જ સાર્થક બનાવી દીધેલ છે.
આખા ઊંઝા માટે ગૌરવરૂપ આ સેવકોની સેવાએ જાણે-અજાણે પણ અત્યાર સુધીમાં લાખો નિર્દોષ પશુ-પક્ષીઓના કલ્યાણ માટે નિમિત્ત બન્યા છે.
આ તમામ મુંગા જીવોના આશીર્વાદ સદાય તેમની સાથે રહે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર