20-ઓક્ટોબર 24 રવિવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની ગુજરાત પ્રદેશની બેઠક કુડાસણ, ગાંધીનગરમાં યોજાઈ હતી,
જેમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના તેમજ પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જેમાં ખાસ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સમાજને મદદરૂપ થતા કાર્યો કરવા ગામડે ગામડે પહોંચવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
બેઠક દરમ્યાન મેહુલ રાજસિંહ રાઠોડે જયદેવસિંહ બી. ચાવડા ને પ્રદેશ પ્રમુખ બનાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને સર્વ સંમતિથી મંજૂરી કરી અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)ની વરણી કરવામાં આવી હતી.
તમામ હોદ્દેદારોએ આ ખુશીના માહોલને વધાવ્યો હતો અને જયદેવસિંહ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા.
જયદેવસિંહ બી ચાવડા પોતે એડવોકેટ તરીકે વ્યવસાય સાથે તેમજ શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનામાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સામાજિક સેવા આપતાં હતાં.
તેમજ ઉત્તર ગુજરાતના રાજપુત સમાજ ના સામાજિક અગ્રણી તરીકે ક્ષત્રિય આંદોલન સાથે પણ જોડાયેલાં રહેલ છે.
તેમની આવી અનેક સેવાઓની નોંધ લઇ સર્વાનુમતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી.
જયદેવસિંહ ચાવડાએ સૌનો ભાવ પૂર્વક આભાર માન્યો હતો અને સમાજે તેમને સોંપેલ જવાબદારી ખુબ સારી રીતે પાર પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર