August 19, 2025 2:17 am

પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી, પાલનપુર બનાસકાંઠા જિલ્લા દ્વારા નવા વાહનના પસંદગીના નંબરો માટે રી- ઓકશન યોજવામાં આવશે

 

અરજદારો એ parivahan.gov.in.પર FANCY NUMBER માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી,પાલનપુરમાં LMV (ફોર વ્હીલર) નોન ટ્રાન્સપોર્ટની નવી સીરીઝ GJ 08 DM 0001 TO 9999 તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોમાં HGV માટેની નવી સીરીઝ GJ 08 AY 0001 TO 9999 (ગોલ્ડન અને સીલ્વર નંબરો) ની ફાળવણી માત્ર ઓકશનથી જ કરવાની હોઈ પસંદગીનો નંબર ઈ-ઓકશનથી મેળવવા માટે તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ હોઈ અરજદારે જે તે નંબર માટેની અરજી કરવા માંગતા હોય તેઓએ વર્ગીકૃત નંબરની નકકી કરી Parivahan.gov.in પર FANCY NUMBER માટે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે.

આર.ટી.ઓ. કચેરી પાલનપુર દ્વારા તમામ ફોર વ્હીલર (LMV) નોન ટ્રાન્સપોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટ HGV વાહનોના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, LMVની નવી સીરીઝ GJ 08 DM 0001 TO 9999 તેમજ HGV ટ્રાન્સપોર્ટ વાહનોની નવી સીરીઝ GJ 08 AY 0001 TO 9999 તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં આવનાર છે.જે માટે તા-૧૫/૧૧/૨૦૨૪ થી તા-૧૮/૧૧/૨૦૨૪ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે.તા-૧૮/૧૧/૨૦૨૪ થી તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે.તા-૨૦/૧૧/૨૦૨૪ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

સદર સીલ્વર/ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટેની સીરીઝ તા.૨૦/૧૧/૨૦૨૪ થી શરૂ થશે.જેની સર્વે વાહન માલીકોને  નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, પાલનપુર

દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર : અસ્મિતાબેન બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ