સાપુતારા સહીતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા

સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ઠંડીનાં પગરવની સાથે જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત અન્ય જોવાલાયક સ્થળોએ દિવાળી વેકેશન દરમ્યાન પ્રવાસીઓની ભીડ વધી હતી. ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિની રજાઓમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ કુદરતી સૌંદર્ય સહિત પેરાગ્લાયડીંગ અને એડવેન્ચર એક્ટિવિટીનો ભરપૂર સ્વાદ માણ્યો હતો. તેવામાં બોટિંગ અને રોપવે બંધ રહેતા સર્પગંગા તળાવ અને નિલગગન આભમાં મલકાતા રોપવેનાં ડબ્બા જોઈ પ્રવાસીઓને ઈર્ષા જાગી હતી. પરંતુ વહીવટી તંત્રનાં પાપે દિવાળીની સિઝનમાં પણ બોટીંગ અને રોપવે ચાલુ ન થતા ફરવા આવેલા પ્રવાસીઓએ તંત્ર સહિત રાજ્ય સરકાર પર ફિટકાર વરસાવ્યો હતો. શનિ રવિની રજાઓમાં ગિરિમથક સાપુતારા, માલેગામનાં રિસોર્ટ, હોટલ સહિત હોમ સ્ટે ખાતે હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ