ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી
આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારીનેસ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં
સંભવિત ઉમેદવારોનાં જાતિ પ્રમાણપત્ર
ખરાઈ બાબતે મનસ્વી એક્તરફી નિર્ણય
લેવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વાંધા
અરજી આપવામાં આવી હતી.સ્થાનીક
સ્વરાજયની ચૂંટણીમાં સંભવિત
ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ
બાબતે મનસ્વી એકતરફી નિર્ણય લેવામાં
આવતો હોવાના આક્ષેપ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને
કોંગ્રેસનાં નેતા સ્નેહલ ઠાકરેએ રાજ્ય ચૂંટણી
આયોગના નોડલ અધિકારી અને ડાંગ જિલ્લાના
નિવાસી અધિક ક્લેકટરને આ અંગેની વાંધા અરજી કરી હતી. ત્યારે આ વાંધા અરજીમાં જણાવ્યા
અનુસાર, ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના સ્નેહલ
ઠાકરેને તારીખ ૨૨/૧૧/૨૦૨૪નાં રોજ એ પત્ર
મળેલ હતો. જેમા રાજ્ય ચૂંટણી આયોગ મારફત ડાંગ જિલ્લાનાં નિવાસી અધિક ક્લેકટર અને રાજ્ય
ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સુચનો મળેલ
છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા
સંભવિત ઉમેદવારોના આદિજાતિના પ્રમાણ પત્રોનુ ખરાઇ પ્રમાણ પત્ર અગાઉથી મેળવી લેવુ, કોઇ
પણ પ્રકારની ચૂંટણી હોય જેમ કે લોકસભા,
વિધાનસભા કે સ્થાનિક સ્વરાજયમાં જિલ્લા
પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, નગર પંચાયત કે ગ્રામપંચાયત હોય, મોટા
ભાગની ચૂંટણીમા સંભવિત ઉમેદવારો
મોટા ભાગે સમય સંજોગો અનુસાર
બદલાતા રહે છે. વળી ખાસ પ્રકારના
કિસ્સામાં પણ કાર્યકરો અને લોક લાગણી
મુજબ દરેક માન્ય/અમાન્ય રાજકીય
પક્ષોએ આખરના સમયમાં ઉમેદવારોને
પણ બદલવા પડતા હોય છે.આવા
કિસ્સામાં સંભવિત ઉમેદવારોનું જાતિ
પ્રમાણપત્ર અગાઉથી ખરાઈ કરી રાખવા અંગેનો
નિર્ણય મુશ્કેલીઓવધારેશકેતેમ છે.તેમજ સંવિધાનના
બંધારણીય અધિકારથી મળેલ હક્ક મુજબ
ચૂંટણી લડવાના અધિકારથી વંચિત પણ રહી શકે છે
રિપોર્ટર – સંદીપ ચૌધરી ડાંગ
