August 19, 2025 2:18 am

સાપુતારા અને વઘઇને જોડતા નાનાપાડા ગામ નજીકનાં વળાંકમાં કન્ટેન૨ અને ટાટા ટેમ્પો સામસામે ભટકાતા અકસ્માત

ડાંગ:મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી ઉત્તરપ્રદેશ તરફ જઈ રહેલ કન્ટેનર યુપી-૭૮-સીએન-૯૩૫૭ તથા માછળી ખાતળ તરફથી રેતીનો જથ્થો ભરી શામગહાન તરફ આવી રહેલ ટાટા ટેમ્પો જીજે-૩૦-ટી-૦૯૯૪ જે બન્ને સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં નાનાપાડા-કુમારબંધ ફાટક નજીકનાં વળાંકમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટાટા ટેમ્પોનાં ચાલક દરવાજા સાથે દબાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બનાવની જાણ ડાંગ જિલ્લા ભાજપાનાં આદિજાતિ મંત્રી સુભાસભાઈ ગાઈનને થતા તેઓએ તુરંત જ જેસીબી મોકલી ટાટા ટેમ્પોનો દરવાજો ખેંચી ચાલકને બહાર કાઢી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આ અકસ્માતનાં બનાવમાં ટાટા ટેમ્પાનાં ચાલકને પગ સહિત શરીરનાં ભાગે ગંભીર ઈજા પોહચી હતી. આ અકસ્માતનાં બનાવમાં ટાટા ટેમ્પો સહીત કન્ટેનરને જંગી નુકસાન થયુ હતુ. જયારે કન્ટેનર ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે. આ અકસ્માત બાબતે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ