લાઠી-બાબરાના જાગૃત ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ બાબરા તાલુકાના વાંડળીયાથી લુણકી રોડને સુવિધાપથ (સી.સી. રોડ) બનાવવા માટે રૂ. ૪૦ લાખની ફાળવણી મંજૂર કરાવી છે. આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ધારાસભ્ય શ્રી તળાવીયા હંમેશા લાઠી-બાબરા અને દામનગરના લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે સરકાર પાસેથી આ વિસ્તારમાં નવા રોડ અને રસ્તાઓ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. તેમના સતત પ્રયાસોના પરિણામ સ્વરૂપે આ રોડને સુવિધાપથ બનાવવા માટે ફાળવણી મળી છે.
આ નવા રોડથી આ વિસ્તારના લોકોને સરળતાથી અવરજવર કરવામાં મદદ મળશે. ખાસ કરીને ખેડૂતોને પોતાના પાક માર્કેટ સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. આ સાથે જ, આ વિસ્તારનો વિકાસ થવામાં પણ મદદ મળશે.આ વિસ્તારના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધારાસભ્ય શ્રી તળાવીયાનો આભાર માની રહ્યા છે અને તેમના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે આ વિસ્તારમાં આ રોડ પરથી અવરજવર કરતા લોકો ને સારા રોડ ની સુવીઘા ઉપલબ્ધ થાસે જેથી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા નો આભાર માન્યો હતો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
