નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગ માથી ટોડા ગામના તળાવ માટે 13.41 લાખ મંજૂર કરાવ્યા
લાઠી તાલુકાના ટોડા ગામે આવેલ તળાવ મા સમાર કામ અને તળાવ ઊંડુ કરાવવા 13.41 ગ્રાન્ટ મંજૂર કરતા ટોડા ગામના ખેડૂતો ને પાણીની સમસ્યા હલ થાસે. શ્રી જનકભાઈ તળાવીયા
લાઠી બાબરા દામનગર પંથકમાં રોડ રસ્તાઓ હોય કે ખેડૂતો ના પ્રશ્નો હોય કે પછી પાણી ના પ્રશ્નો નુ નિરાકરણ હોય હર હમેશાં લોકો ની સુખાકારી ની ચીતા કરતા. ધારાસભ્ય જનકભાઈ તળાવિયા
લાઠી બાબરા દામનગર ના જાગૃત ધારિસભ્ય જનક તળાવીયા એ લાઠી દામનગર બાબરા પંથકમાં સૌવનો સાથે સૌવનો વિકાસ ના સુત્ર ને સાર્થક કરી પોતાના મત વિસ્તારમાં વિકાસ ની હારમાળા સર્જી સરકાર શ્રી ના અલગ-અલગ વિભાગો માથી ગ્રાન્ટ લાવી વિકાસ ના કામોની હારમાળા સર્જી દીધી છે ત્યારે લોકો પણ ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કામગીરી થી ખુશ જોવા મળે છે
લાઠી તાલુકાના ટોડા ગામે ઘણા સમય થી તળાવ ઇંડુ કરવા તેમજ તળાવ ને મજબુત કરવાની ખાસી જરૂરીયાત હતો ટોડા ગામ ના લોકો ની સમસ્યા સાંભળી નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર યોજના હેઠળ ટોડા ગામે આવેલ તળાવના સમારકામ અને ઊંડુ કરવા માટે 13.41 લાખની ગ્રાન્ટ મજુર કરાવતા ટોડા ગામના લોકો દ્વારા ઘારાસભ્ય ની કામગીરી ને લઈને ખશી વ્યક્તિ કરી હતી
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર