December 23, 2024 8:02 pm

ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી, મહુવા પો.સ્ટે.(જિ.ભાવનગર)નો વાહન ચોરીનો અનડીટેકટ ગુનો રિપોર્ટર ભાવેશ વાઘેલા ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મોટર સાયકલ અંગે પુછ પરછ કરી, ટેકનીકલ રીતે ખરાઇ કરતા, મળી આવેલ મોટર સાયકલ ભાવનગર જિલ્લાના મહુવા ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાય આવતા, મહુવા પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. ડીટેકટ કરવામાં આવેલ ગુનાની વિગત:-મહુવા પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૪૦૯૭૭/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯.પકડાયેલ આરોપીની વિગતઃ-મહેન્દ્ર ભાભલુભાઈ ખુમાણ, ઉ.વ.૨૯, રહે.મઢડા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. મહેશભાઈ સરવૈયા, અજયભાઇ સોલંકી, ઘનશ્યામભાઈ મકવાણા તથા પો. કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal