લાઠી બાબરા દામનગર પંથકમાં વિકાસની હરણફાળ! મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024/25 હેઠળ..
તાજપરથી ભીંગરાડ ગામને જોડતો નવો ( સુવિઘાપંથ) સી.સી. રોડ 70 લાખના ખર્ચે મંજૂર
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2024/25 હેઠળ તાજપર થી ભીગરાડ જવાનો સી.સી.રોડ બન્યા પછી તાજપર રામપર ભુરખિયા ના લોકો ને ભીંગરાડ તરફ જવામાં સરળતા રહશે.. ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા
લાઠી બાબરા દામનગર પંથકના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ફરી એકવાર લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. તાજપરથી ભીંગરાડ જવાના માર્ગને સી.સી. રોડ 70 લાખના ખર્ચે બનાવવા માટેની મંજૂરી મેળવી છે. આ નવા રોડના નિર્માણથી આ વિસ્તારના લોકોને અવરજવર કરવા માટે સરળતા રહેશે.
આ વિકાસ કાર્યને લઈને તાજપર અને ભીંગરાડ ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. તેઓ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના આ નિર્ણયને બિરદાવી રહ્યા છે. આ સાથે જ તેઓએ તેમના સતત પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો છે.
સવનૌ સાથ સવનૌ વિકાસ
ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાના મત વિસ્તારમાં સવનૌ સાથ સવનૌ વિકાસના સૂત્રને સાર્થક કરવા માટે સતત પ્રયત્નો કર્યા છે. તેમણે વિવિધ વિકાસ કામો કરાવીને આ વિસ્તારનો ચહેરો બદલી નાખ્યો છે. આ નવા રોડની મંજૂરી પણ આજ પ્રયત્નોનું પરિણામ છે.
લોકોમાં ઉત્સાહ
લાઠી બાબરા દામનગર પંથક મા આરોગ્ય સુવિધા ખેડૂતો ની વેદના રોડ રસ્તાઓ હોય કે પછી લોકો ની અન્ય સમસ્યાઓ હોય સતત પોતાના મત વિસ્તારમાં વિકાસ ના કામો ને લઈને સતત પ્રયત્નશીલ ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કામગીરી પ્રસસનીય જોવા મળે છે
સતત વિકાસ કાર્યથી લોકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોને આશા છે કે, આગામી સમયમાં પણ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા વિસ્તારના વિકાસ માટે સતત કામ કરતા રહેશે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર