અધિવેશન ના પ્રથમ દિવસે શ્રી ભરતભાઈ રાણા સાહેબ મુખ્ય સંપાદક માધ્યમિક સંદેશ દ્વારા શિક્ષકોના તમામ મુંઝવતા પ્રશ્નો નું સ્પષ્ટીકરણ કર્યું હતું.જેમા શિક્ષક ને મળતી રજાઓ થી માંડીને શિક્ષક ની તમામ ફરજો અને તેને મળતા હકોની ચર્ચા કરી હતી.બીજા દિવસે શિક્ષણાધિકારી શ્રી ડો હિતેશભાઈ પટેલ સાહેબે ઓફિસ ની કામગીરી અને ડીજીટલ ઇન્ડિયા અને ફેશલેસ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને શિક્ષકોના મહત્તમ પ્રશ્નો નું નિરાકરણ કરવા માટે એક જ વર્ષમાં કરેલી કામગીરી ની માહિતી આપી હતી.માન.શ્રી મહેશ મહેતા સાહેબ નિવૃત્ત સંયુક્ત નિયામકશ્રી કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા હળવી શૈલીમાં એમનું વક્તવ્ય રજૂ કર્યું હતું.માન. શ્રી કોશિક એસ.મોદી અધિક કલેકટર અને વહીવટદાર, આરાસુરી મંદિર, અંબાજી દ્વારા અંબાજી મુકામે ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તેમાં થતી કામગીરી ની માહિતી આપી હતી અને શિક્ષકોઅને વિધાર્થીઓના જીવન ની વાત કરી હતી.આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકો અને શિક્ષક સંતાનોના તેજસ્વી તારલાઓને ભેટ અને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ની ટીમે જહેમત ઉઠાવી હતી. શિક્ષણાધિકારી સાહેબ શ્રી અને એમની કચેરી નો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા