ઉત્તરાયણમાં મોજ મજા સાથે જીવલેણ નીકળતી ચાઈનીઝ દોરીથી અનેક પશુ – પક્ષી કે ખુદ માનવી પણ ઘાયલ થાય છે.
માનવી તો ગમે તે રીતે દવા કરાવી શકે પણ નિર્દોષ પશુ – પક્ષીઓનું કોણ?
સેવા કરવાનાં એવા શુભ વિચારથી જોડાઈ ઐઠોરના પિયુષ પટેલ સાથે કોરલ હાઈટ્સમાં રહેતા દિનેશભાઇ પટેલ, હરેશભાઇ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ અને રાજુભાઈ પટેલે પણ આ ઉમદા જીવદયા કાર્યમાં એકબીજાને સાથ સહકાર આપી સેવાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉતરાયણ નિમિત્તે તો ખાસ પણ બાકીના દિવસોમાંય અલથાણની આસપાસ બીમાર કે ઘાયલ પશુ – પક્ષીની સેવા માટે શક્ય તમામ પ્રયત્નો તેઓ કરતા હોય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
