મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ એક્શન મોડમાં, ઊંઝા મામલતદાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લેતા સાંસદ પ્રજાના વિવિધ પ્રશ્નને જાણવા સરપ્રાઈઝ વિઝીટ,

સરકારી કચેરીઓ વાસ્તવમાં પ્રજાભિમુખ બને તેવો સતત રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.લોકોને કચેરીમાં સરકારી કામકાજ વખતે કોઈ અગવડ ન પડે અને પ્રજાના કામ ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગની કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઊંઝા તાલુકા મામલતદાર કચેરી વાસ્તવમાં પ્રજાભિમુખ છે કે નહીં? તે જાણવા માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે મામલતદાર કચેરી ઊંઝાનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પ્રજાના વિવિધ પ્રશ્નનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સતત કાર્યશીલ રહે છે.અત્યાર સુધીમાં સાંસદ સુવિધા કેન્દ્ર દ્વારા જાહેર હિત અને પ્રજાના વિવિધ પ્રશ્ન ને લઈને 1600 કરતા વધુ પત્ર સરકારી વિભાગમાં લખવામાં આવ્યા છે,અને

આ પત્ર વ્યવહાર બાદ અનેક પ્રશ્નનું નિરાકરણ પણ થયું છે,ત્યારે મહેસાણા જિલ્લામાં સરકારી કચેરીઓમાં કામગીરી દરમિયાન પ્રજાના વિવિધ પ્રશ્ન જાણવા માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી સાંસદ વિવિધ વિભાગમાં કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

મધ્યાહન ભોજન યોજના વિભાગ અને રેકર્ડ રૂમની મુલાકાત લઈ વિવિધ સૂચન કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રજાને સૌથી વધુ અસર કરતા મુદ્દા જેવા કે આધાર કાર્ડમાં નામ સુધારણા, ઇ KYC ની કામગીરી ઉપર સાંસદ દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદ હરિભાઈ પટેલે કચેરીમાં ચાલતી

આધાર કાર્ડ સુધારણા કામગીરી વખતે પ્રજાને કોઈ અગવડ ન પડે અને ત્વરિત કામગીરી થાય તે માટે સૂચન કર્યા હતા. સાથે સાથે ઇ કે વાય સી ની કામગીરી ઝડપી બને અને લોકોના કલાકો ન વેડફાય તે જોવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે સતત ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.ચૂંટણી બાદ અત્યાર સુધીમાં સાંસદ દ્વારા મત વિસ્તારના 50 ટકા કરતા વધુ ગામમાં લોક સંપર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ લોકસંપર્ક થકી સાંસદ દ્વારા સતત લોકોના પ્રશ્નને જાણીને સરકારના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને નિરાકરણનો સતત પ્રયાસ થઈ રહ્યો છે.આગામી સમયમાં પણ સાંસદ હરિભાઈ પટેલ દ્વારા અન્ય કચેરીઓમાં સરપ્રાઈઝ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ