મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા સાંસદ હરિભાઈ પટેલ 

મહેસાણા રેલવે સ્ટેશનને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર..સાંસદ

તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા સાંસદ દ્વારા અપાઈ સૂચના.

પ્રજાના પ્રશ્ન અને અગવડની સતત ચિંતા કરતા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સરકારી સેવા સાચા અર્થમાં પ્રજાભિમુખ બને તેની સતત ચિંતા થઈ રહી છે.સરકારી કચેરીઓ ખરા અર્થમાં પ્રજાભિમુખ બની છે કે નહીં?તે જાણવા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સરકારી સેવા અને કચેરીઓની ઓચિંતી મુલાકાતનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ઊંઝા

મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત બાદ હવે સાંસદે મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી છે.આ મુલાકાત દરમિયાન મુસાફરોની સુરક્ષા બાબતે સાંસદે ચિંતા વ્યક્ત કરી હતી.એટલું જ નહીં ઉપસ્થિત રેલવેના અધિકારીઓને તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા સૂચના અપાઈ હતી.તો આ ઓચિંતી મુલાકાત દરમિયાન સ્વચ્છતા બાબતે પણ ગંભીર ક્ષતિ જોવા મળી હતી.આ તમામ ક્ષતિઓના નિરાકરણ માટે સાંસદ દ્વારા સૂચના આપવામાં આવી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ