નવસારી જિલ્લાના 76 મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી . જેમાં રાજ્યના વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને જળ સંપત્તિ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા
કલેકટર ક્ષિપ્રા અગ્રે, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં રંગારંગ કાર્યક્રમ અંતર્ગત વિજલપુર પ્રાથમિક શાળા દ્વારા રાજસ્થાની લોક નૃત્ય ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું .આ કૃતિને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરુણ અગ્રવાલ ,મેડમ શ્રી પુષ્પા લતા અને કલેક્ટર મેડમ શ્રી ક્ષિપ્રા અગ્રે દ્વારા બિરદાવવામાં આવી હતી.
રીપોર્ટર ભરત પટેલ નવસારી
