June 18, 2025 9:33 pm

પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના . વિસ્તારમાં ફાયરીંગના ગુન્હામાં વપરાયેલ પિસ્તોલ સાથે પાંચ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

ફરીયાદશ્રી પ્રકાશભાઇ કરશનભાઇ રબારી રહે.રાધનપુરવાળાના ઘરે ગઇ તા .૧૧ / ૧૨ / ૨૦૨૪ ના વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે આનંદ અમરતભાઇ રબારી રહે . કનોડા તા.બેચરજી તથા મિત ઉર્ફે ભોલો રહે.વડુ તા સરસ્વતીવાળાઓ અન્ય ચાર અજાણ્યા ઇસમો સાથે પોતાના હાથમાં લોખંડની ટૉમી , રિવોલ્વર તથા ધારિયા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે આવી ફરી.શ્રીના ઘર ઉપર હુમલો કરી ઘરના દરવાજા , બારીના કાચ તોડી નાખી તથા ફરિ.શ્રીની ગાડી ઘર આગળ પડી હોઇ તેને પણ હથિયારો વડે નુકશાન કરી ફરી.શ્રીને જાનથી મારી નાખવાના ઇરાદે મિત ઉર્ફે ભોલાએ તેની પાસેની રિવોલ્વરથી ફાયરીંગ કરેલાની ફરીયાદ જાહેર કરતાં રાધનપુર પો.સ્ટે . ગુ.ર.નં. – ૧૧૨૧૭૦૨૭૨૪૧૨૮૨ / ૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૦૯ ( ૧ ) , ૧૮૯ ( ૨ ) , ૧૯૦ , ૧૯૧ ( ૨ ) , ૧૯૧ ( ૩ ) , વિ . મુજબનો ગુનો દાખલ થયેલ .

આ કામે ઉપરોકત જણાવ્યા મુજબનો ખુનની કોશીષ અને ફરીશ્રીના ઘરે રાત્રીના અંધારામાં આવી હુમલો કરી જાહેર જગ્યામાં ફાયરીંગ કરી ગંભીર પ્રકારનો ગુનો તહોદારોએ આચરી ભાગી જતાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પોલીસ પકડથી દુર હોવાથી બનાવમાં સામેલ ફરીશ્રી . / સાહેદો તથા બનાવ સ્થળની આજુ – બાજુમાં રહેતા

લોકોમાં ડરનો માહોલ હોવાથી બનાવમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી તેઓની વિરૂધ્ધમાં કાયદાકિય રીતે કડક કાર્યવાહી કરવા પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ , પાટણનાઓએ એલ.સી.બી.પાટણને સુચના કરતાં શ્રી આર.જી.ઉનાગર સા . પો.ઇન્સ . એલ.સી.બી.પાટણના માર્ગદર્શન મુજબ શ્રી આર.કે.પટેલ , પો.સ.ઇ. એલ.સી.બી.ના નેતૃત્વમાં એક ટીમની રચના કરેલી જેથી ટીમના માણસો કેસમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા પ્રયતશીલ હતા , જે દરમ્યાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્રારા તપાસ કરતાં હાલના કેસમાં સંડોવાયેલ તહોદારો અમદાવાદ , વૈષ્ણદેવી ખાતે બનેલ નવીન સાઇડ વીએનજા ફ્લેટના મકાન નં – બી .૨૦૧ માં છુપાઇ રહેતા હોવાનું જણાઇ આવતાં જે જગ્યાએ તપાસ કરતાં એફ.આઇ.આર.માં જેમના આરોપી તરીકે નામ દર્શાવેલ હોઇ તે આનંદ દેસાઇ કે મીત ઉર્ફે ભોલો દેસાઇ હાજર મળી આવેલ નહી પરંતુ અન્ય કુલ -૩ ઇસમો ( ૧ ) વિપુલભાઇ ઉર્ફે વલણ રઘુભાઇ રબારી રહે.રબારીવાસ , નાગલપુર તા.જી.મહેસાણા . ( ૨ ) અક્ષય ઉર્ફે અક્કી અમરતભાઇ રબારી રહે.રબારીવાસ , નાગલપુર તા.જી.મહેસાણા . ( ) મહેશભાઇ ગેમરભાઇ રબારી રહે.રબારીવાસ , કનોડા તા.બેચરાજી જી.મહેસાણાવાળાઓ હાજર મળી આવતાં જેઓને એલ.સી.બી. કચેરી , પાટણ ખાતે લાવી પુછપરછ કરતાં જેઓએ પોતાના ગુનાની કબુલાત કરી જણાવેલ કે , “ આનંદ અમરતભાઇ દેસાઇ રહે.કનોડા તા.બેચરાજી જી.મહેસાણા અને મીત ઉર્ફે ભોલો રબારીને રાધનપુર ખાતે રહેતા પી.કે.રબારી ( પ્રકાશભાઇ કરશનભાઇ રબારી ) પાસેથી અંદાજીત ૬૦ લાખ જેટલી રકમ લેવાની નીકળતી હોઇ જે તેઓ આપતા ન હોઇ અને દાદાગીરી કરતા હોવાથી અમો તેને પાઠ ભણાવવાનું નક્કી કરી તા .૧૧ / ૧૨ / ૨૦૨૪ ના વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે અમો હથિયારો સાથે રાધનપુર ખાતે પી.કે.રબારીના ઘરે આવેલા અને તે રાત્રીના આનંદ દેસાઇ અમારા પ્લાનીંગ મુજબ પાટણ ખાતે સી.સી.ટી.વી. કેમેરામાં હાજર રહેલ અને અમો

પી.કે.રબારીના ઘરે આવી તેની ગાડીમાં તોડફોડ કરી ઘરના દરવાજા , બારીને નુકશાન કરી જતા રહેલા અને છેલ્લા પંદર , વીસ દિવસથી અમોને આનંદ દેસાઇ અમદાવાદ , વૈષ્ણદેવી ખાતે આવેલ વીએનજા ફ્લેટમાં મકાન નં – બી .૨૦૧ માં પોલીસમાં પકડાઇ ન જવાય તે આશયથી લાવી રાખેલાનું અને પોલીસ આવેલ તેના અગાઉ જ આનંદ દેસાઇ અને મીત ઉર્ફે ભોલા રબારી રૂમ ઉપરથી નીકળી ગયેલાની હકિકત જણાવેલ છે .

ઉપરોક્ત આરોપી ઇસમો તપાસમાં મળી આવેલ હોવાથી એફ.આઇ.આર.માં જેમના નામ દર્શાવેલ હોઇ તે ( ૧ ) માહિર ઉર્ફે આનંદ અમરતભાઇ

દેસાઇ રહે.રબારીવાસ , કનોડા તા.બેચરાજી જી.મહેસાણા ( ર ) મીત ઉર્ફે ભોલો ધીરૂભાઇ દેસાઇ રહે.રબારીવાસ , વડુ તા.સરસ્વતી જી.પાટણ હાલ રહે.મકાન નં -૯૭ , વિષ્ણુનગર સોસાયટી , સુરત જી.સુરતવાળાઓ પણ તપાસમાં મળી આવતા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મારક હથિયાર રિવોલ્વર નંગ -૧ કિ.રૂ .૧૦,૦૦૦ / -ની તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ સ્કોર્પિયો ગાડી નંબર- GJ24AU3558 કિ.રૂ .૭,૦૦,૦૦૦ / – તથા સ્વીટ નંબર- GJ24AF5576 કિં.રૂ .૫,૦૦,૦૦૦ / – ને તપાસમાં કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ -૩૫ ( ૧ ) ( જે ) મુજબની અટક કરી આગળની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે . સોંપેલ છે .

આરોપીઓની વિગતઃ-

( ૧ ) વિપુલભાઇ ઉર્ફે વલણ રઘુભાઇ રબારી રહે.રબારીવાસ , નાગલપુર તા.જી.મહેસાણા . ( ૨ ) અક્ષય ઉર્ફે અક્કી અમરતભાઇ રબારી રહે.રબારીવાસ , નાગલપુર તા.જી.મહેસાણા . ( ૩ ) મહેશભાઇ ગેમરભાઇ રબારી રહે.રબારીવાસ , કનોડા તા.બેચરાજી જી.મહેસાણા . ( ૪ ) માહિર ઉર્ફે આનંદ અમરતભાઇ દેસાઇ રહે.કનોડા તા.બેચરાજી જી.મહેસાણા

( ) મિત ઉર્ફે ભોલો ધીરૂભાઇ દેસાઇ રહે.વડુ તા.સરસ્વતી જી.પાટણ હાલ રહે.મકાન નં -૯૭ , વિષ્ણુનગર સોસાયટી , સુરત જી.સુરત

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

( ૧ ) રિવોલ્વર નંગ -૧ કિ.રૂ .૧૦,૦૦૦ / –

( ૨ ) સ્કોર્પિયો ગાડી નંબર- GJ24AU3558 કિ.રૂ .૭,૦૦,૦૦૦ / –

( 3 ) સ્વીફટ નંબર- GJ24AF5576 કિં.રૂ .૫,૦૦,૦૦૦ / –

. એમ મળી કુલ કિં.રૂ .૧૨,૧૦,૦૦૦ / –

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें