પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પો.ઇન્સ.શ્રી જે.જી.સોલંકી એસ.ઓ.જી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમ ના માણસો એક્શન પ્લાન બનાવી સરસ્વતી પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે , પાટણ થી શિહોરી હાઇવે રોડ ઉપર મેલુસણ ગામથી થોડેક આગળ વળાંક ઉપર જમણી સાઇડમા દેસાઇ કિરણભાઇ બાબુભાઇ રહે મેલુસણ તા સરસ્વતીવાળો પોતાના પાર્લર પાછળના ભાગે છળ – કપટથી અલગ અલગ ગાડીઓમાથી ડીઝલ લઇને ભેગુ કરી અન્ય આજુબાજુના ગામના માણસોને વેચાણે આપવા સારુ ડીઝલ કેરબાઓમા ભરી રાખેલ છે જે હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતાં હકીકતવાળા પાર્લરના પાછળના ભાગે અલગ – અલગ માપના ડીઝલા ભરેલ કેરબાઓ મળી આવેલ જેમાં પ્લાસ્ટીકના કેરબા નંગ -૦૫ જેમાં ૧૦૫ લીટર ડીઝલ ભરેલ , પતરાનુ ડીઝલ માપવા સારુનુ માપીયુ , સ્પ્લેન્ડર મો.સા નંગ ૦૧ તથા મોબાઇલ નંગ -૦૧ કુલ મળી કુલ કિ ૩ ૪૯,૯૫૦ / – નો મુદામાલ બી.એન.એસ. કલમ -૧૦૬ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કાગળો તથા મુદ્દામાલ સરસ્વતી પો.સ્ટે સુપ્રત કરેલ છે . પકડવાના બાકી આરોપીની વિગતઃ-
( ૧ ) દેસાઇ કિરણભાઇ બાબુભાઇ રહે મેલુસણ તા સરસ્વતી
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
( ૧ ) ૧૦૫ લીટર ડીઝલની કિ.રૂ .૯૪૫૦ / –
( ) મો.સા નંગ ૦૧ કિ રૂ ૪૦,૦૦૦ / – તથા મોબાઇલ નંગ -૦૧ કિ ૩,૫૦૦-
એમ મળી કુલ કિં.રૂ .૪૯,૯૫૦ /
