મહાત્મા ગાંધી નિર્વાણ દિન – શહીદ સ્મૃતિ દિવસ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે મૌન પાળવામાં આવ્યું

પૂ.ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ

અમરેલી તા.૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ (ગુરુવાર) સમગ્ર રાજ્યમાં પૂ. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પૂ.ગાંધીજી, રાષ્ટ્ર માટે શહીદી વહોરનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે પૂ.ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ વાગ્યા દરમિયાન મૌન પાળવામાં આવ્યુ હતુ.

જિલ્લામાં વિવિધ જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા માહિતી કચેરી, પ્રાંત, નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ મહાત્મા ગાંધી શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે પૂ.ગાંધીજી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે તા.૩૦ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં પૂ. મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે, શહીદ દિવસે મૌન પાળવામાં આવે છે. રાષ્ટ્ર માટે શહીદી વહોરનારને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें