જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ પ્રજાપતિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.પી.જોશી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આજરોજ બરોડા સ્વ રોજગાર તાલીમ સંસ્થા મુલાકાત કરવામાં
આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલીમાર્થીઓની મુલાકાત લઈ ગુજરાત માટી કલાકારી અને રૂરલ ટ્રેનીગ ઇન્સ્ટીટયુટ દ્વારા ચાલતી માનવ કલ્યાણના લાભાર્થીઓની ટ્રેનીગ અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંખારી ગામમાં ચાલતા મીલેટસ બેઈઝ પ્રોડક્ટ બનાવતા સંસ્કૃતિ સ્વસહાય જૂથની મુલાકાત કરી માર્કેટિંગ અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ
