સિદ્ધપુર ખાતે આવેલ રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ૧૦૩ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો
ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા સિદ્ધપુરમાંથી શંકાસ્પદ પનીરનો ૧૦૩ કિલો રૂપિયા ૨૫,૭૫૦ નો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો છે. તેમજ લીધેલ નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
પાટણ નગરજનોને શુધ્ધ સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર, પાટણ તેમજ એસઓજી ટીમ પાટણ દ્વારા તારીખ ૧ લી ફેબ્રુઆરીના રોજ સિદ્ધપુર ખાતે આવેલ રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં તપાસ હાથ ધરી એક પનીર, બે દહીં , એક દૂધ અને એક એસેટિક એસિડના પાંચ નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં પનીર શંકાસ્પદ હોઇ કુલ ૧૦૩ કિલો કે જેની અંદાજિત રકમ ₹ ૨૫,૭૫૦/- છે. જે પેરિસેબલ પ્રોડક્ટ હોઇ નાશ કરાવેલ છે. અને લીધેલ નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)