જે સમસ્યા ને 12 મહિના જેટલો સમય થવા આવ્યો છતાંય ઊંઝા ધારાસભ્ય શ્રી કોઈ નક્કર પગલાં નથી ભરી શક્યા તે ઊંઝા – ઐઠોર રોડના લેવલિંગ બાબતે વાહનચાલકો અને ખાસ કરીને માં ઉમિયા, શ્રી ઐઠોરા
ગણેશ અને તરભ શ્રી વાળીનાથ મંદિર ના ભક્તો માટે વધતી જતી સમસ્યા ને આખરે મહેસાણા જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ. મેઘાબેન પટેલ કે જેઓ પોતે અનેક પ્રકારની સામાજીક અને આરોગ્યને લગતી સેવાઓ પણ કરે છે અને સામાજીક સમસ્યાઓ નિવારણ માટે પણ અનેક પ્રકારે પ્રયત્નસીલ છે તેઓ કલેક્ટર શ્રી મહેસાણાને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિતમાં અરજી કરી છે.
તેમણે જણાવ્યું છે કે, લાખો લોકોની અવરજવર વાળા આ રસ્તા માટે હજુ સુધી કેમ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તે સમજાતું નથી.
ઊંઝાના સ્થાનિક ધારાસભ્યને આ બાબતે વારંવાર જાણ કરાઈ છે અને અનેક વાર મીડિયામાં પણ આ મુદ્દો ચગી ચુક્યો છે છતાંય તેમનું પેટનું પાણીય હલતું નથી તે વિચારવાનો પ્રશ્ન છે.
સ્થાનિક લેવલે આ કામ ના થતા ડૉ. મેઘાબેને લોકહિતમાં કલેક્ટર શ્રી, મહેસાણામાં લેખિત અરજી આપવી પડી.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,
ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ પર
ઐઠોર ગામના જાગૃત નાગરિક આશિષ પટેલ દ્વારા 04-03-24 એ કરાયેલી અરજી હજુ સુધી તેમના ધ્યાનમાં બેસી હોય તેમ લાગતું નથી.
સુ ધારાસભ્ય અનેક વાર આ રોડ પર અવર-જવર કરતા હોવા છતાંય રોડની વાસ્તવિકતા જોતા નહિ હોય??
ધારાસભ્યની આ આળસ અને નિષ્ક્રિયતાનો ભોગ દર્શનાર્થીઓ બની રહ્યા છે.
સ્થાનિક લોકો અને દર્શનાર્થીઓમાં ઊંઝાના નિષ્ક્રિય ધારાસભ્ય અને તંત્ર માટે સખ્ત રોસ જોવા મળી રહ્યો છે.
વધુમાં કલેક્ટર શ્રી મહેસાણા આ બાબતે જલ્દી સુ પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)