લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે 2 મેજર બ્રિજ અંદાજિત 14 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી મંજુર કરવામા આવ્યા
લાઠી તાલુકાના દુઘાળાબાઈ ગામે 2 નવા બ્રીજ નુ નિર્માણ થવાથી આ વિસ્તારના લોકો ને અવરજવર કરવામાં સરળતા રહેશે – ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા
લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ના પ્રયાસોથી કરોડો રૃપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર માથી મંજુર કરાવી લાઠી બાબરા અને દામનગર પંથકમાં અનેક કામો ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે ઘારાસભ્ય ની કામગીરી થી લાઠી બાબરા દામનગર ના લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે જે ઘણા સમય થી જે ગામલોકો નો પશ્ન હતો તે હલ કરી 2 મેજર બ્રિજ જે અંદાજિત 14 કરોડના ખર્ચે મંજુર કરાવી આ વિસ્તારના લોકો ને ભેટ આપી સારી કામગીરી કરતા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા થી લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)