આજે તારીખ 5-2-25 બુધવાર મહા સુદ આઠમ એટલે માં ખોડિયાર જ્યંતી.
ઊંઝા-વિસનગર રોડ પર આવેલ પુષ્પાવતી નદીના કિનારે ઐઠોરના ડેરપુ તળાવની જગ્યામાં આઈ શ્રી માં ખોડિયાર મંદિરની અહીં હાલ તમામ સેવા સાચવતા પંકજભાઈ માળીના જણાવ્યા અનુસાર આ મંદિર આશરે 400 વર્ષ જૂનું સ્થાનક છે. અહીં ફોટો સ્વરૂપ માં ખોડિયારની સ્થાપના કરવામાં આવી છે.
અહીં અવારનવાર ધાર્મિક તહેવારે અનુકૂળતા મુજબ ભજન – કીર્તન ના આયોજન થતા હોય છે.
માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવનાર તેમના પિતાશ્રી લક્ષ્મણભાઈ માળી (સાહેબ) એ આખી જિંદગી અહીં સતત હાજર રહી સેવા-પૂજાની વ્યવસ્થા સાચવવા સાથે આસપાસનું વાતાવરણ અનેક પ્રકારના ફૂલ-ઝાડ વાવીને જગ્યાને હરિયાળી કરી દીધુ છે.
અહીં બારેમાસ તળાવમાં વરસાદનું આવેલું પાણી ભરાયેલું રહેતું હોવાથી એક સરસ પીકનીક પોઇન્ટ જેવી કુદરતી એકાંતવાળી વિશાળ જગ્યા વિકસિત થઇ છે.
અવારનવાર નજીકની સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને આ કુદરતી વાતાવરણનો આનંદ મળે તે માટે સામુહિક રીતે સાથે આવવાનું આયોજન કરાતુ હોય છે.
બાળકોને રમવા માટે અહીં અનેક પ્રકારના સાધનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
અહીં તળાવના કિનારે સામાન્ય તુલસીના નાના છોડથી માંડીને કરેણ, કેળ, સેતુર, ઉમરો, બીલી, પિમ્પળો, આંબા, આસોપાલવ, જાંબુડી, રાણ, ચીકુડી, લીંબુ, નાળિયેરી, ખજૂરી,
વટ વૃક્ષ જેવા અનેક ફૂલ અને ફળ આપનાર મોટા ઝાડ હોવાથી હજારો પક્ષીઓના કાયમી રહેણાંક સ્થાન બન્યા છે.
વર્ષોથી એકધારું સવાર અને સાંજના બે સમયે અહીં પક્ષીઓ માટે મિક્ષ ચણ મુકવામાં આવે છે,
કુતરાઓ માટે રોટલીઓ ખવડાવવામાં આવે છે,
તળાવમાં માછલીઓ અને કાચબાઓ માટે મમરા ખવડાવવામાં આવે છે, નિયમિત કીડીયારું પુરવામાં આવે છે.
આવતા જતા લોકો માટે પીવાના ઠંડા પાણીની પરબની વ્યવસ્થા છે.
અહીં અનેક જીવદયા અને પર્યાવરણ સાચવવાની પ્રવૃત્તિઓ થઇ રહી છે.
કાળક્રમે લક્ષ્મણભાઈ સાહેબ તો હવે રહ્યા નથી પણ તેમના પરિવારે અને નજીકના દાતાઓ અને સેવકોએ અહીંની તમામ કાયમી સેવાઓને ખુબ સારી રીતે સાચવી લીધી છે.
વર્ષોથી અહીં અખંડ જ્યોત ચાલે છે,
અહીં અનેક ભક્તોને માતાજીના પરચા મળેલા છે.
મંદિરનું જીણોદ્ધારનું કાર્ય હાલ અંતિમ તબક્કામાં છે.
આધશક્તિ માં ખોડિયાર જયંતિ નિમિત્તે શ્રી ખોડિયાર માતા મંદિર, ઐઠોર (ડેરપુ તળાવ પાસે) સાંજે 3 થી 6 ગામના સ્થાનિક મહિલા મંડળ દ્વારા ભજન- કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં આસપાસના ભક્તો પધારશે.
અહેવાલ:આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)