પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ” નકલી ( બોગસ ) ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી. પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોજે ખડીયાસણ ગામે ખડીયાસણ થી સહેસા તરફ જતા રોડની બાજુમાં ગ્રામ પંચાયત પાસે આવેલ મકાનમાં સબ્બીરઅલી યુનુસભાઇ ધાંગા રહે -૨ સુલપુર તા.સિધ્ધપુર જી.પાટણ વાળો કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં વાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી ધ્વા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો , વાઓ , મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ .૭,૯૩૧.૧૭ / – નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બી.એન.એસ -૨૦૨૩ ની કલમ- ૩૧૯ ( ૨ ) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ -૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેના સામે ગુન્હો કાકોશી પો.સ્ટે ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે . જેની આગળની તપાસ તપાસ કાકોશી પોલીસ ચલાવી રહેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ-
( ૧ ) સબ્બીરઅલી યુનુસભાઇ ધાંગા મુળ રહે – ગઢા તા.હિંમતનગર જી.- સા.કાં . હાલ રહે – રસુલપુર તા.સિધ્ધપુર જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
( ૧ ) ઇન્જેકશનો , દવાઓ , મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૭,૯૩૧.૧૭ / –
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)