આગામી દિવસોમાં આવનારી રાપર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાપર શહેરના તમામ સાત વોર્ડના 27 ઉમેદવારોના કાર્યાલયો ખુલ્લા મુકવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર 1 થી 7 જે તે વોર્ડમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ચૂંટણી પ્રભારી વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર, રીન્કુભાઇ ગોર, પ્રફુલ સિંહ જાડેજા, હિતેશભાઈ ખંડોર, ઉમેશભાઈ સોની, જયદીપસિંહ જાડેજા, વિનુભાઈ થાનકી, મેહુલભાઈ જોશી, નિલેશભાઈ માલી, રમેશભાઈ આહીર, ભગુદાનભાઈ ગઢવી, હમીરજી સોઢા, લક્ષ્મણસિંહ સોઢા, મોરારદાન ગઢવી, સમરથસિંહ સોઢા, નશાભાઈ દૈયા, વણવીરભાઈ રાજપુત, મેમાભાઈ ચૌહાણ, બાબુભાઈ મુછડીયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સરકાર દ્વારા રાપર શહેર અને તાલુકાના વિવિધ પ્રકારના વિકાસના કામોમાં પ્રગતિ કરી રહી છે અને જો આગામી ચૂંટણીમાં ભાજપ પુનઃ સત્તા પર આવશે તો પીવાના પાણીની કાયમી સમસ્યા હલ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. શહેર અને તાલુકાના વિકાસના કામો ને વધુ વેગમાન બનાવશે તેવું જણાવવામાં આવ્યું હતું
રીપોર્ટર સુનિલભાઈ કચ્છ
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)