February 11, 2025 1:15 pm

આજ રોજ ઊંઝા શ્રી વિશ્વકર્મા ધામમાં 21 મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો.

સમગ્ર વિશ્વના રચયિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી વિશ્વકર્મા દાદાના 21 મો પાટોત્સવ ભવ્યાતિભવ્ય રીતે શ્રી વિશ્વકર્મા સથવારા પ્રગતિ મંડળ ઊંઝા દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ચાણસ્મા,પાટણ, કડા, અમદાવાદ, મહેસાણા, ખેરવા તેમજ ગામેગામથી વિશ્વકર્મા બંઘુઓ દાદાની આજની જન્મજયંતીમાં સમયસર ઉપસ્થિત ‌રહ્યા હતા.

જેમાં સથવારા, કડિયા, સોમપુરા, લુહાર, સુથાર, પંચાલ, મિસ્ત્રી, તમામ કારીગર વર્ગ દાદાના દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

‌આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા દાદાના પાટોત્સવ માં. છપ્પન ભોગ અન્નકૂટ દર્શન જેમાં 151 થી વધુ વાનગીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઊંઝા શ્રી વિશ્વકર્મા સથવારા પ્રગતિ મંડળના પ્રમુખ કલ્પેશભાઈ સથવારા, મંત્રી જીતુભાઈ સથવારા, વડીલો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દાદાનો ભોજન પ્રસાદ લઈ તમામ વિશ્વકર્મા બંઘુઓ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें