સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી
વિવિધ પ્રશ્ન રજૂ કરી ત્વરિત નિકાલની માંગ કરી.
આ મુલાકાત બાદ સાંસદે રેલવેમંત્રી દ્વારા રજૂ થયેલા પ્રશ્ન પૈકી 80 ટકા પ્રશ્નનું હકારાત્મક પરિણામ આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલનો સતત લોકસંપર્ક બાદ ધ્યાનમાં આવેલા પ્રશ્નનું ત્વરિત નિરાકરણ થાય તેવો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાંસદ દ્વારા રજૂ થયેલી માગણી ઉપર નજર કરીએ તો ઊંઝા રેલવે સ્ટેશન અંડર પાસનો સર્વિસ રોડ પહોળો કરવાની માંગ કરાઈ,
ઊંઝા બસ સ્ટેશનથી રેલવે ટ્રેક ત્રણ નાળામાં ચાલવાની સુવિધા ઉભી કરવાની,
આંબલીયાસણ વિજાપુર ટ્રેન સુવિધા ઝલદી શરૂ થાય તે માટે સૂચના આપવાની,
મહેસાણા નજીક આવેલા મોટી દાઉ ગામ નજીક જુના ફાટકની નીચે અંડર બ્રિજ બનાવવાની,
કલોલ વિજાપુર માણસા રેલવે સ્ટેશન બાબત રજુઆત,
માણસા તાલુકામાં લોદરા ગામ નજીક અંડર બ્રિજ બનાવવાની,
કડી કરણનગર અને થોળ રોડ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ બનાવવાની,
કડી તાલુકામાં મોટી આદરજ રેલ ખંડ ઓવરબ્રિજ બનાવવો,
મહેસાણા શહેરમાં ગુરુદ્વારાથી પોલીસ હેડ ક્વાર્ટર રોડનીં ઝડપી કામગીરી કરવી,
વિસનગર તાલુકાના જેતલવાસણા ગામ નજીક અંડર બ્રિજ બનાવવાની,
વિજાપુરના કુકરવાડા ગામમાં અંડર બ્રિજ બનાવવાની,
વિજાપુર માર્કેટયાર્ડ પાસે અંડરબ્રિજની ઊંચાઈ વધારવી અને બાજુમાં નવો અંડર બ્રિજ બનાવવાની પણ માંગણી કરવામાં આવી હતી.
હરિભાઈ એ લોકહિત માટે કરેલા આ પ્રયત્નોથી સામાન્ય પ્રજામાં વધુ સન્માન ને પાત્ર બન્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)