આગામી 16 ફેબ્રુઆરી એ યોજાઈ રહેલી રાપર નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવા માટે ધમધમાટ શરૂ કરવા મા આવી રહ્યો છે આ અંગે જિલ્લા કલેકટર અમિત અરોરા ના વડપણ હેઠળ અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી દ્વારા નિષ્પક્ષ રીતે મતદાન અને
મતગણતરી થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે આ અંગે માહિતી આપતાં પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચૂંટણી અધિકારી એસ.જે.ચૌધરી એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આગામી 16 ફેબ્રુઆરી એ રાપર નગરપાલિકા નું મતદાન થશે જેના માટે બસો જેટલા કર્મચારીઓ નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે મતદાન 26 બુથ પર કરવામાં આવશે જેમાં પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે શાળા હાઇસ્કૂલ ના કુલ 14 મકાનો મા બુથ બનાવવા મા આવશે જેમાં રાપર નગરપાલિકા ના કુલ 23111 મતદારો છે જેમાં પુરુષ મતદારો 11724..સ્ત્રી મતદારો 11387 છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 150 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે ઉપરાંત રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે આજ થી તમામ કર્મચારીઓ ને ઇવીએમ મશીન સહિત ની મતદાન ને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે આ માટે મામલતદાર એચ.બી.વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઇ રાજપૂત મહેશ ઠક્કર કે.સી.સુથાર ચીફ ઓફિસર રવાજી જાડેજા બી.આર.જાડેજા એસ.બી.ઘાસુરા સંજય પટેલ વિશાલ મહેશ્વરી મહેશ સુથાર મેહુલ દવે પરશોતમભાઇ ચાવડા વિજય જાની સહિત ના કર્મચારીઓ દ્વારા જુદી જુદી કામગીરી કરી વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા ની ચુંટણી માટે ધમધમાટ શરૂ કરી દીધો છે
રીપોર્ટર દિલીપભાઈ ઠક્કર કચ્છ
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)