પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જમીનમાંથી પસાર થતી પાઇપલાઇન પર લીકેજ બાદ આગ લાગે તો આગ પર સુરક્ષા સાથે કઈ રીતે કાબુ મેળવી શકાય તેનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પેટ્રોલિયમ કંપની દ્વારા પાઇપલાઇન પર રિહર્સલ દ્વારા લીકેજ બનાવી
પાઇપલાઇન પર સાવધાનીપૂર્વક સમારકામ તેમજ ત્યારબાદ આગ લગાડી આગ પર ત્રણ ફાયર ફાઈટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો તેમજ ગામ લોકોને પાઇપલાઇન વિશેની જાણકારી અને પાઈપલાઈનમાં લોક ભાગીદારી વિશેની માહિતીઓ આપવામાં આવી હતી અને આગ લાગે તો આગ પર કાબુ મેળવવા માટેના
વિવિધ ઉપકરણોની પણ માહિતી આપવામાં આવી હતી. મોકડ્રિલનું આયોજન સાતલપુર થી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ,ઇન્ડિયલ ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રાધનપુર તેમજ ગેઈલ ઇન્ડિયા લાકડીયા ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, સાંતલપુર મામલતદાર એચ.એમ.પ્રજાપતિ,જિલ્લા ફાયર અધિકારી સ્નેહલ મોદી,ગેલના DGM એ.બી.ચૌહાણ,IOCL DGM અશ્વિન દાફડા,HPCLના ચીફ મેનેજર સુપ્રવત ધુઆ સહિત પેટ્રોલિયમ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)