લાઠી વોર્ડ નં 1 મા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ની ઉપસ્થિતિ મા જંગી જાહેર સભા યોજાઈ
અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ તમામ વોર્ડમાં પુર જોશમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો
લાઠી નગરપાલિકા ની ચુંટણી ને લઈને ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે લાઠી વોર્ડ નં 1 મા અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની ઉપસ્થિતિ જંગી જાહેર સભા યોજાઈ હતી જેમા મોટી સંખ્યામાં આ જાહેર સભા મા ઉપસ્થિત રહ્યા હતા વોડૅ નં 1 ના ચાર ઉમેદવારો ને મોટી લીડ થી જીત મેળવે તે માટે હાકલ કરવામાં આવી હતી
અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરીયા એ જણાવ્યું હતું લાઠી ના તમામ વોર્ડમાં કમળ જ ખીલશે વઘુ જણાવ્યું હતું જ્ઞાતી જાતી ના ભેદભાવ ભુલી આ વોડૅ ના મતદારો ભાજપ તરફી મતદાન કરવા સભા રજૂઆત કરવામાં આવી હતી
લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ જણાવ્યું હતું કે તમે તમારા વોર્ડ ના તમામ ભાજપ ના ઉમેદવારો ને જીતાડો કામ નો કરે તો પછી અમે બેઠા છીયે ગમે ત્યારે ફોન કરવાની છુટ વોડૅ ના તમામ ઉમેદવારો ની જવાબદારી અમારી વોર્ડ નં 1 તમામ ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજય મેળવા અને ભાજપ તરફી મતદાન કરવા જણાવ્યું હતું
વોર્ડ નં 1 ની જંગી જાહેર સભા મા કેટલાક કોગ્રેસ ના આગેવાનો ભાજપ મા ભળ્યા હતા આ સભા મા અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરીયા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી શહેર ભાજપ પ્રમુખ ઘર્મેશભાઇ સોની પુર્વ પ્રમુખ અનીલભાઈ નાંઢા વિશાલભાઇ ડોડીયા સહિત ના આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)